વઘ્યો કોન્ફિડન્સ મળી સક્સેસ
સિટી ભાસ્કર વાંચીને કેટલાકમાં આત્મવિશ્વાસનો વધારો થયો તો કેટલાકે જીવનમાં સફળતા પણ મેળવી. પ્રસ્તુત છે કેફિયત આ શહેરીજનોની...
કિરણ બેદી પ્રેરણારૂપ બન્યાં
સિટી ભાસ્કરનાં ગેસ્ટ કિરણબેદી સાથે વાચકોની વાતચીત થઈ ત્યારે સપનાં સાકર કરવા હિંમત, હુન્નર, ઉત્સાહ અને મજબૂત મનોબળ રાખવું જોઈએ. આ જવાબ મિતાને એટલો અસર કરી ગયો કે તેમણે પબ્લિકેશનનું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું. - મીતા શાહ ગ્રાફિક ડિઝાઈનર
આઈડિયા મળે છે
સિટી ભાસ્કરના વાંચનથી તેમને સોશિયલ એકિટવિટીસના નવા નવા આઈડિયા મળતા રહ્યા છે. વુમન ભાસ્કર તેમનું સૌથી ફેવરિટ છે, એનાથી એમને પ્રેરણા મળી કે સમાજના સ્ત્રી વર્ગ માટે કામગીરી કરવી જોઇએ અને તેમને પ્રોત્સાહન આપતા તેઓ પ્રગતિકારક બને છે. - ૦મંજુલા ભટ્ટ, ચેરપર્સન, ડ્રીમ વર્લ્ડ ફાઉન્ડેશન
કોન્ફિડન્સ કેળવાયો
ચિંતન શાહ ખૂબ એકિટવ યુવા છે જે શહેરની ઘણી પ્રવૃત્તિઓમાં ભાગ લેતી હોય છે, તેના ફોટા અને આટિર્કલ પણ સિટી ભાસ્કરમાં છપાયાં છે. તે કહે છે કે ‘આવી પબ્લિસિટીથી મારો કોન્ફિડન્સ લેવલ ઘણો વઘ્યો છે. -ચિંતન શાહ, સેક્રેટરી, બ્યૂરો વેરિટાઝ
મારા ૨૦,૦૦૦ બરયા
મને એક ઇમ્પોર્ટેડ મોબાઇલ પસંદ આવી ગયો હતો. તેની કિંમત રૂ. ૨૦ હજાર હતી. હું બીજા દિવસે મોબાઇલ ખરીદવા જવાનો હતો, પરંતુ સવારે મેં સિટી ભાસ્કરમાં લેખ વાંરયો કે, ઇમ્પોર્ટેડ મોબાઇલના નામે લોકો ત્રણ હજારના ચાઇનીસ મોબાઇલ વીસ-વીસ હજારમાં વેચી રહ્યા છે. મેં મોબાઇલ ખરીદવાનો વિચાર માંડી વાળ્યો અને રૂ. ૨૦,૦૦૦ બચી ગયા. - હેમંત પટેલ, ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ











