ટી-૨૦માં રાંદેર રોયલ્સ અને વરાછા લાયન્સની પહેલી ટક્કર
આજથી ૧૪ દિવસ બાદ એટલે કે ૧૮ ડિસેમ્બરથી ૨૦ ડિસેમ્બર સુધી શહેરના લાલભાઇ સ્ટેડિયમ પર ચિયરગર્લ્સ અને મ્યુઝિકના સથવારે ટી-૨૦ ક્રિકેટ મેચમાં બિલ્ડરોની ૬ ટીમ ટકરાશે. ૨૦મીએ સાંજે ફાઇનલ મેચ રમાશે.
સુરત બિલ્ડર એસોસિયેશનના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જોલી એસબીએ-ટી-૨૦ નામ હેઠળ રમાનારી ક્રિકેટ મેચમાં ૬ ટીમની પસંદગી થઇ છે. જેમાં લક્ષ્મી ગ્રુપની કતારગામ કિંગ્સ, જોલી ગ્રુપની અઠવા પ્રેસિડેન્ટ્સ, ઋષિ વિહાર ગ્રુપની લિંબાયત લેપર્ડ્સ, રાજહંસ ગ્રુપની વરાછા લાયન્સ, ગ્રીન ગ્રુપની રાંદેર રોયલ્સ અને રામેશ્વર ગ્રુપની ઉધના ચેમ્પ્સનો સમાવેશ થાય છે.
ટીમને બે વિભાગમાં વહેંચવામાં આવી છે. એ-૧માં રાંદેર રોયલ્સ, એ-૨, વરાછા લાયન્સ, એ-૩ ઉધના ચેમ્પ્સ જ્યારે બી-૧, કતારગામ કિંગ્સ, બી-૨ લિંબાયત લેપર્ડ્સ, બી-૩ અઠવા પ્રેસિડેન્ટ્સ, પહેલી મેચ ૧૮ ડિસેમ્બરે બપોરે ૨થી ૪ દરમિયાન એ-૧ સાથે એ-૨, બપોરે ૪.૩૦થી ૬.૩૦ સુધી. બી-૧, સાથે બી-૨ અને ૭થી ૯ વચ્ચે એ-૧ અને એ-૩ વચ્ચે મેચ રમાશે. ૧૯ તારીખે ૧લી મેચ બીજી સાથે બી-૩, એ-૨ સાથે એ-૩, ત્રીજી મેચ બી-૧ સાથે બી-૩ વચ્ચે રમાશે.
૨૦ ડિસેમ્બરે ૧લી સેમિફાઇનલ સવારે ૮થી ૧૦ અને બીજી સેમિફાઇનલ ૧૦.૩૦થી ૧૨.૩૦ વચ્ચે રમાશે. સાંજે ૫થી ૭માં ફાઇનલ મેચ રમાશે. સુરત બિલ્ડર્સ એસો.ને આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી ક્રિકેટ મેચ જેવી જ તૈયારી આદરી છે. ખેલાડીઓ મેદાન પર રંગીન કપડાં લોગો સાથે ઊતરશે.
ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ચિયર ગર્લ્સ પણ તહેનત કરાશે. લાઇવ સંગીત અને સતત કોમેન્ટ્રિ આપવામાં આવશે. ફાઇનલ મેચ જીતનારને ટ્રોફી એનાયત કરાશે અને આ ઉપરાંત મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધી સિરિઝ, બેસ્ટ પ્લેયર, બેસ્ટ બોલર, બેસ્ટ સિકસીઝ જેવા ઇનામો પણ જાહેર કરવામાં આવશે.













