Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Saturday, Dec 5th, 2009, 3:11 am [IST]  

danik bhaskarનાટક દ્વારા ગંભીર મેસેજ

City Reporter, Ahmedabad

play.jpgઆઈઆઈએમ સંકુલમાં શુક્રવારે રાત્રે બુધન થિયેટરના નેજા હેઠળ છારા સમાજનાં બાળકો દ્વારા બે નાટકો રજૂ કરવામાં આવ્યાં હતાં. આઈઆઈએમના વિધાર્થીઓ અને પ્રાઘ્યાપકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસની જોહુકમી તથા અમલદારો દ્વારા ગરીબ સમાજના થતા શોષણને આ નાટકો દ્વારા વાચા આપવામાં આવી હતી.



ખાસ તો ઈટલીના પ્રખ્યાત નાટયકાર ડેરિયો ફો દ્વારા લખાયેલું નાટક ‘ધી એકિસડેન્ટલ ડેથ આ"ફ એન એનાર્કિસ્ટ’માં બાળકોએ ડેરિયો ફોના સંવાદોને હિંદી ભાષામાં પણ વેગ આપ્યો હતો. ઈટલીના એક યુનિયન લીડરની પોલીસ દ્વારા હત્યા થાય છે, પરંતુ કોર્ટમાં આ એન્કાઉન્ટરની સાવ અલગ હકીકત દર્શાવવામાં આવે છે, તેની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.



બીજા ભાગમાં લગભગ બાર વર્ષથી નાની ઉમરનાં છારા બાળકો દ્વારા ‘મુજે મત મારો સાબ’ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. બુધન થિયેટરના કન્વિનર અને ફિલ્મ મેકર દક્ષિણ બજરંગે દ્વારા લિખિત આ નાટકમાં વિચરતા સમુદાયની વેદનાઓને વાચા આપવામાં આવી છે.



શહેરમાં ગરીબ પરિસ્થિતિમાં રહેતા વિચરતા સમુદાયના લોકોનું કેવી રીતે અમલદારો દ્વારા શોષણ થાય છે તે ‘મુજે મત મારો સાબ’માં હૂબહુ દર્શાવવામાં આવ્યું છે. આ અંગે દક્ષિણ બજરંગેઐ જણાવ્યું હતું કે ‘છેલ્લાં ૧૧ વર્ષથી વિચરતા સમુદાયનાં બાળકો મારફત અમે થિયેટરની પ્રવૃત્તિ દ્વારા જાગૃતિનું કામ કરી રહ્યા છીએ.’

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: