Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Saturday, Dec 5th, 2009, 3:11 am [IST]  

danik bhaskarટૂંક સમયમાં વિયર પર વોટરબાઇક દોડતાં દેખાશે

Bhaskar News, Surat

water_bikeપ્રોજેક્ટમાં રાજ્ય સરકારની મંજૂરી માટે ગાંધીનગર, જીઆઇડીબીને મોકલાયો



વિયર કમ કોઝવે પર વોટર સ્પોર્ટસ બનાવવાના પ્રોજેક્ટથી રાજ્ય સરકાર અત્યંત પ્રભાવિત થઈ છે. ટૂંક સમયમાં શહેરને વોટર સ્પોર્ટ્સનું નવલું નજરાણું મળે તેવી ઉજજવળ શકયતાઓ છે. એટલું જ નહીં સુરત પાલિકાના વોટર સ્પોર્ટ્સના પ્રોજેક્ટનું અનુસરણ રાજ્યના અમદાવાદ, વડોદરા અને ભરૂચ જેવા શહેરોમાં થાય તેવી પણ સંભાવનાઓ ઊભી થઈ છે.



વિયર કમ કોઝવે ખાતે વોટર સ્પોર્ટ્સનો રસપ્રદ પ્રોજેક્ટ તેના આખરી તબક્કામાં છે. આવનારા દિવસોમાં આ પ્રોજેક્ટને રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળવાની ઉજજવળ શક્યતાઓ છે. સુરત મહાપાલિકાએ સિંચાઇ વિભાગ સમક્ષ આ પ્રોજેક્ટ મૂક્યો હતો.



સિંચાઇ વિભાગ દ્વારા ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલોપમેન્ટ બોર્ડે નક્કી કરવામાં આવેલાં ધારાધોરણોની પૂર્તતા કરીને રાજ્ય સરકારને પ્રોજેક્ટ મોકલી આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હવે રાજ્ય સરકારની મંજૂરી માટે ગાંધીનગર, જીઆઇડીબીને મોકલાયો છે. આવનારા દિવસોમાં પ્રોજેક્ટને રાજ્ય સરકારની મંજૂરી મળવાની સંભાવના છે.



શહેરમાં વોટર સ્પોર્ટ્સની આ છે વિશેષતાઓ



સુરત મહાપાલિકાએ વોટર સ્પોટ્ર્સ શરૂ કરવા માટે વિયર કમ કોઝવેનો ઉપરવાસનો તટ પસંદ કર્યો છે. અહીં બારેમાસ પાણી રહેતું હોવાને કારણે આ સ્થળ પર શહેરીઓ વોટર સ્પોર્ટ્સનો આનંદ માણી શકશે. બોમ્બેની એકવાટેક કંપની શહેરીઓના મનોરંજન માટે બાર પ્રકારની વિવિધ બોટ તાપીમાં ઉતારશે.



સમગ્ર રાજ્યમાં સુરતનું અનુસરણ કરાશે



સુરત મહાનગરપાલિકાના વોટર સ્પોર્ટ્સ પ્રોજેક્ટથી રાજ્ય સરકાર પ્રભાવિત થઇ છે. જે અંતર્ગત રાજ્યનાં અન્ય મહત્ત્વપૂર્ણ શહેરોમાં પણ વોટર સ્પોટ્ર્સ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આવનારા દિવસોમાં વોટર સ્પોટ્ર્સ પ્રોજેક્ટ અમદાવાદ, ભરૂચ અને વડોદરા જેવાં શહેરોમાં પણ શરૂ કરાય તેવી સંભાવના છે. આમ સુરતના વોટર સ્પોટ્ર્સ પ્રોજેક્ટનો અમલ સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે.



નીતિનિયમો ઘડવા આદેશ



રાજ્ય સરકારે વોટર સ્પોર્ટ્સ મામલે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલોપમેન્ટ બોર્ડને ચોક્કસ નીતિનિયમો ઘડવા માટે આદેશ આપ્યા છે. આવતા દિવસોમાં સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટની શરૂઆત થવાની સંભાવના છે. - કે.આર.રાબડિયા, અધિક્ષક, સિંચાઈ ખાતુ

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: