Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Saturday, Dec 5th, 2009, 3:07 am [IST]  

danik bhaskarરાજકોટમાં કોર્પોરેટ કક્ષાના ત્રણ પોલીસમથક બનાવાશે

Bhaskar News, Rajkot

લોકાર્પણ સમારોહમાં રાજયના પોલીસ આવાસ નિગમના વડા કે. નિત્યાનંદમની જાહેરાત



Police Stationરાજકોટ શહેર પોલીસ હેડ કવાર્ટર ખાતે જવાનો માટેના બી-૬૪ ટાઇપના આવાસ અને મોટર ટ્રાન્સપોર્ટ? સેકશનના નવનિર્મિત બિલ્ડિંગનું આજે સાંસદ વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે રાજયના પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એમડી કે. નિત્યાનંદમ, ડીસીપી મયંકસિંહ ચાવડા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરિયા, ડે. મેયર નરેન્દ્ર સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે શહેરના ગાંધીગ્રામ, તાલુકા અને પ્રધુમનનગર પોલીસમથકના સ્થાને કોર્પોરેટ કક્ષાના નવા જવાનોનું નિર્માણ કરવાની કે. નિત્યાનંદમે જાહેરાત કરી હતી.



ગૃહમંત્રી અમિત શાહ અનિવાર્ય સંજોગોના કારણે લોકાર્પણ સમારોહમાં હાજર રહી શકયા ન હતા. આ પહેલા પણ તેઓ ઉપસ્થિત રહી શકે તેમ ન હોવાથી લોકાર્પણ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.



રાજકોટમાં છ વર્ષમાં નવા ૭૫૦ આવાસ બનાવાયા છે



રાજયમાં પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની સ્થાપના પછી ૨૧ વર્ષમાં ૧૨૦૦ કરોડના ખર્ચે ૨૨ હજાર નવા આવાસ બાંધવામાં આવ્યા છે. રાજકોટમાં છ વર્ષમાં પોલીસ જવાનો માટે નવા ૭૫૦ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે.



સાંસદ રૂપાણીએ કહ્યું હતું કે, પોલીસ જવાનો માટેના બી-૬૪ ટાઇપના આવાસની ગુણવત્તા ગાંધીનગરના ધારાસભ્યોના સદસ્ય નિવાસ કરતા શ્રેષ્ઠ છે. રાજકોટમાં કોર્પોરેટ કક્ષાના ત્રણ નવા પોલીસમથકના નિર્માણ માટે પોતાની ગ્રાન્ટમાંથી ૨૫ લાખ ફાળવવાની સાંસદની જાહેરાત.



કમિશનર કચેરીના જૂના બિલ્ડિંગને નવા રૂપરંગ અપાશે



પોલીસ કમિશનર કચેરીના નવા બિલ્ડિંગ વરચે અડીખમ કચેરીનું સદી જૂનું જર્જરિત બિલ્ડિંગ રિનોવેશન માટે કોન્ટ્રાકટ અપાઇ ગયો છે અને નજીકના દિવસોમાં કામગીરી શરૂ થઇ જવાનો કે. નિત્યાનંદમે નિર્દેશ આપ્યો હતો.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: