Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Saturday, Dec 5th, 2009, 12:11 am [IST]  

danik bhaskarસાઇના નહેવાલ વર્લ્ડ સુપર સિરીઝની સેમિફાઇનલમાં

Agency, Malaysia

ભારતની જવાલા ગટ્ટા અને ડીજુની જોડીની આગેકૂચ



Sainaભારતની ટોચની શટલર સાઇના નહેવાલ તથા જવાલા ગટ્ટા અને વી. ડીજુની મિકસ ડબલ્સની જોડીએ શુક્રવારે પોતાના મુકાબલા જીતીને વર્લ્ડ સુપર સિરીઝ માસ્ટર્સ બેડમિન્ટન ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. સાઇનાએ ટૂર્નામેન્ટની ખરાબ શરૂઆત કરી હતી અને તેને પ્રથમ રાઉન્ડમાં જ પરાજયનો સામનો કરવો પડયો હતો.



વિશ્વની આઠમી ક્રમાંકિત હૈદરાબાદી ખેલાડીએ ૩૩ મિનિટ સુધી રમાયેલા મુકાબલામાં પોતાના કરતાં ઓછો ક્રમાંક ધરાવતી થાઇલેન્ડની પોર્નટિપને ૨૧-૧૩, ૨૧-૧૯થી પરાજય આપ્યો હતો અને તેણે ગ્રૂપ એમાં ટોચના બે ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું હતું.



આ ગ્રૂપમાં મલેશિયાની મ્યૂ ચૂ વોંગે પણ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ગટ્ટા અને ડીજુની જોડીએ મિકસ ડબલ્સના કરો ય મરોના મુકાબલામાં થાઇ કોમ્બો સોંગપોંન અને કુનચલા વોરાવિચિતાઇકુલની જોડીને માત્ર ૨૦ મિનિટમાં ૨૧-૧૨, ૨૧-૮થી હરાવીને ભારતીય છાવણીમાં ઉત્સાહનું વાતાવરણ ફેલાવ્યું હતું.



ગયા વર્ષે સેમિફાઇનલ સુધી પહોંચેલી સાઇનાએ આ સ્પર્ધામાં ખરાબ શરૂઆત કરીને હતી અને પ્રથમ મેચમાં જ વોંગ સામે પરાજય મેળવ્યો હતો.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: