માઈક યંગ ભારતના ફિલ્ડિંગ સલાહકાર
ભારતીય ક્રિકેટ એસોશિએસન દ્વારા ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચની નિમણુંક કરવામાં આવી છે. ફિલ્ડિંગ કોચ તરીકે માઈક પર પસંદગી ઉતારવામાં આવી છે. તેઓ રવિવારથી ભારતીય ટીમ સાથે જોડાશે.
ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ ફિલ્ડિંગ સલાહકાર માઈક યંગ ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડિંગ સલાહકાર બનશે. જોકે બીસીસીઆઈએ તેમની સાથે ફિલ્ડિંગ કોચ તરીકે કરાર કર્યો નથી તેમ માઈકે જણાવ્યું હતું.
માઈક બેસબોલ ટીમના કોચ હતા. પરંતુ છેલ્લા નવ વર્ષથી તેઓ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના ફિલ્ડિંગ સલાહકાર હતા. જેમનો ઓસ્ટ્રેલિયા સાથેનો કરાર ઓક્ટોબર માસમાં ભારત સામેની વનડે શ્રેણી બાદ પૂર્ણ થયો હતો. યંગ ભારતના કોચ ગેરી ક્રર્સ્ટનને મળ્યા હતા અને ટીમ ઈન્ડિયા સાથે જોડાવા તૈયાર થયા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમની ફિલ્ડિંગ અને બોલિંગ પ્રદર્શન લથડી જતા સીસીઆઈએ ફિલ્ડિંગ કોચ રોબિનસિંધની હકાલપટ્ટી કરી હતી.












