Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Friday, Dec 4th, 2009, 12:20 am [IST]  

danik bhaskarમુરલી સામે રમવાનો શ્રેષ્ઠ માર્ગ આક્રમણ : સેહવાગ

Agency, Mumbai

Virendra-Sehwagવીરેન્દ્ર સેહવાગે વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં શ્રીલંકાના મહાન ઓફસ્પિનર મુથૈયા મુરલીધરનને સાવ સામાન્ય બોલર બનાવી દીધો છે અને તેનું કહેવું છે કે મુરલીધરન સામે રમવાનો અને રક્ષણ કરવાનો માત્ર એક જ માર્ગ છે અને તે છે આક્રમણ.



મુરલીધરનને સૌથી ખતરનાક બોલર માનવામાં આવી રહ્યો હતો અને આ શ્રેણી દરમિયાન તે કારકિદીર્ની ૮૦૦ વિકેટ પૂરી કરશે તેવી સંભાવના જણાતી હતી પરંતુ ગુરુવારે સેહવાગે જે રીતે મુરલીધરન સામે આક્રમક વલણ અપનાવ્યું તેનાથી શ્રીલંકન સ્પિનર લાચાર બની ગયો હતો.



બીજા દિવસની રમતને અંતે સેહવાગે જણાવ્યું હતું કે મુરલીધરન સામે રમવું તે સૌથી મોટો પડકાર છે પરંતુ તેની સામે રમતી વખતે સૌથી મોટું શસ્ત્ર આક્રમણનું છે. તમે આક્રમણ નહીં કરો તો તે પોતાનું વર્ચસ્વ જમાવી દેશે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: