બીજા દાવમાં રેલવેઝને ગુજરાતની વળતી લડત
રેલવેઝ સામેની ચાર દિવસીય રણજી ટ્રોફી ક્રિકેટ મેચમાં ૩૦૦ રનના દેવાં સાથે રમતાં ગુજરાતની ટીમે બીજા દાવમાં નોંધપાત્ર બેટિંગ કરીને બે વિકેટે ૧૩૯ રન નોંધાવ્યા હતા.
વલસાડમાં રમાઇ રહેલી મેચમાં ગુજરાત તેના પ્રથમ દાવમાં ૯૧ રનમાં આઉટ થઇ ગયા બાદ રેલવેઝે ૩૯૧ રન નોંધાવ્યા હતા.
ગુરુવારે ત્રીજા દિવસની રમતને અંતે ગુજરાતના બે વિકેટે ૧૩૯ રનના સ્કોરમાં નીરજ પટેલ (૪૦) અને પાર્થિવ પટેલ (૧૭) રમતમાં હતા. ઓપનર તિમિલના આઉટ થઇ ગયા બાદ જય દેસાઇએ ૭૬ રનનું યોગદાન આપ્યું હતું.












