સાઇનાની વર્લ્ડ સુપર સિરીઝમાં આગેકૂચ
વર્લ્ડ સુપર સિરીઝ માસ્ટર્સ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતની સાઇના નહેવાલ તથા મિક્સ ડબલ્સમાં જવાલા ગટ્ટા તથા વી. ડીજૂની જોડીએ પોતાની આગેકૂચ જારી રાખી હતી. વિશ્વમાં આઠમો ક્રમાંક ધરાવતી સાઇનાએ કેનેડિયન ખેલાડી રીડ ચાર્મિનને લગભગ અડધા કલાકની રમતમાં ૨૧-૧૪, ૨૧-૯થી પરાજય આપીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યોહતો.
મિકસ ડબલ્સમાં જવાલા અને ડીજૂની જોડીએ ગ્રૂપ-બીની મેચમાં ઇન્ડોનેશિયાના હેન્ડ્રા એપ્રિદા ગુનાવાન તથા વિટા મારિસ્સાની જોડીએ ૨૧-૧૮થી પરાજય આપ્યો હતો. સાઇનાનો બુધવારે પ્રથમ મેચમાં પરાજય થયો હતો. દરમિયાનમાં સાઇનાને ૨૦૦૯માં તેણે કરેલા શાનદાર પ્રદર્શન માટે સ્પોર્ટ્સ પર્સનના એવોર્ડ માટે પસંદ કરાઈ છે.












