કોઈ પરફેક્ટ હોતું નથી: વૂડ્સ
જે કંઈ થયું તે મારી ભૂલ છે અને તેના કારણ મારા પરિવારે શરમ અનુભવી પડી છે. તેમ વૂડ્સે તેની વેબસાઈટમાં કહ્યું છે. તેણે કહ્યું છે કે હું મનુષ્ય છું અને હું પરફેક્ટ નથી.
કાર અકસ્માત અંગે ઈન્ટર્વ્યું નહીં આપવાના ફ્લોરિડા પોલીસના સુચનના કારણે વુડ્સે ત્રીજી વખત એક સમાચારપત્રને ઈન્ટર્વ્યું આપ્યું ન હતું. જો કે અકસ્માત થયા બાદ બે દિવસ સુધી વૂડ્સે કોઈપણ પ્રકારનું નિવેદન નહી કરતા તેની ચુપકીદી અંગે પ્રશ્નો ઉઠી રહ્યાં હતા.
ફ્લોરિડાના આઈસ્લેવોર્થ ખાતે શુક્રવારે ગોલ્ફ ખેલાડી ટાઈગર વૂડ્સનું અકસ્માત થયું હતું. કારમાં તે એકલો હતો. તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેને ઈજા પહોંચી તેના કરતા લોકોના મનમાં એક પ્રશ્ન વધારે ઉઠી રહ્યો હતો કે વૂડ્સ રાત્રે આ રીતે ક્યાં જઈ રહ્યો હતો. તેમજ તેના અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધો હોવાની વાત પણ અકસ્માત બાદ પ્રકાશમાં આવી હતી.
આ રીતે તેની સામે ઉઠી રહેલા પ્રશ્નોના જવાબમાં વૂડ્સે તેની વેબસાઈટમાં લખ્યું છે કે તે દિવસે જે કંઈ થયું તે મારી ભૂલ હતી. જેના કારણે હું અને મારો પરિવાર શરમમાં મુકાઈ ગયા છીએ. પરંતુ હું એક મનુષ્ય છું અને કોઈ મનુષ્ય પરફેક્ટ હોતું નથી તેમ હું પણ પરફેક્ટ નથી.
તેણે આગળ લખ્યું છે કે આ અમારી અંગત વાત છે અને હું તે રીતે અનુસરુ છું. હું કેટલાક બુદ્ધિમતોને જણાવવા માંગુ છું કે આ ઘટના અંગે હુ અને મારો પરિવાર ગુપ્તતા જાળવવા માંગીએ છીએ તો પછી શા માટે અન્ય કોઈ તેમા દખલગીરી કરી શકે.











