Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Dec 2nd, 2009, 1:04 pm [IST]  

danik bhaskarબોલ્ટે કલમાડીને શરમજનક સ્થિતિમાં મૂક્યા

Agency, London

usain_boltકોમનવેલ્થ ગેમ્સ ઓર્ગેનાઈઝીંગ સમિતિના ચેરમેન સુરેશ કલમાડીના દાવા સામે વિરોધાભાસ ઉભો કરતા વિશ્વનો સૌથી ઝડપી દોડવીર ઉસૈન બોલ્ટે જણાવ્યું હતું કે તેણે આગામી વર્ષ દિલ્હી ખાતે યોજાનારા કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવાનું કોઈ વચન આપ્યું નથી.



દિલ્હીના કોમનવેલ્થ ગેમ્સ ઓર્ગેનાઈઝરોને શરમજનક સ્થિતિમાં મૂકતા બોલ્ટના મેનેજર રિકી સિમ્સે જણાવ્યું હતું કે જ્યાં સુધી કોમનવેલ્થમાં દોડવાનો સવાલ છે ત્યાં સુધી જમૈકન ચેમ્પિયને કોઈ પણ જાતનું વચન આપ્યુ નથી.



સિમ્સે જણાવ્યું હતું કે તેણે ગ્લેન મિલ્સ (બોલ્ટના કોચ) સાથે વાત કરી છે કે જેમણે બોલ્ટ દિલ્હીની કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે તેવો કોઈ નિર્ણય લીધો નથી. કેમ કે મે-જૂન 2010માં તે આઈએએએફ (ઈન્ટરનેશનલ એસોશિયેસન ઓફ એથલેટિક્સ ફેડરેશન)ની ડાયમંડ લિગ સ્પર્ધામાં ભાગ લેવાનો છે.



પોર્ટ ઓફ સ્પેન ખાતે કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મિટિંગમાં બોલતા કલમાડીએ દાવો કર્યો હતો કે 100 અને 200 મીટર દોડમાં રેકોર્ડ નોંધાવનાર બોલ્ટ ચોક્કસથી દિલ્હી ખાતે યોજાનારી કોમન વેલ્થ ગેમ્સમાં ભાગ લેશે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: