સાત માસમાં ‘આઇ લવ યુ’ સુધી પહોંચે છે પુરુષ
ભલે કહેવાય કે મહિલાઓ પુરુષ વધારે પડતી ભાવુક અને લાગણીશીલ હોય છે પરંતુ જ્યારે પણ પ્રેમનો એકરાર કરવાની વાત આવે છે ત્યારે સ્ત્રીઓ કરતા પુરુષો તે બાબતમાં એક કદમ આગળ હોય છે.
પુરુષો પોતાની સાથી મહિલાને જલ્દીથી ‘આઇ લવ યુ’ કહેતા હોય છે. એક સરવેના રિપોટર્માં જણાવાયા અનુસાર પુરુષોને કોઇપણ પ્રકારના સંબંધોની શરુઆતથી માંડીને પ્રેમના એકરાર સુધી પહોંચવામાં લગભગ સાત મહિનાનો સમય લાગે છે. જ્યારે આ જ કાર્ય માટે મહિલાઓ સરેરાશ આઠ મહિનાનો સમય ‘આઇ લવ યુ’ કહેવામાં લગાવતી હોય છે.
સરવે દરમિયાન એવી બાબત પણ પ્રકાશમાં આવી છે કે જયારે વાત સંબંધો અને ડેટિંગની હોય છે તો ૫૫ વર્ષથી વધારેની ઉમરની વ્યકિત આ માટે વધુ સક્રિય અને અનુભવી હોય છે. ‘સ્ટેલા’ પત્રિકા માટે યુગોવ દ્વારા કરવામાં આવેલા સરવે દરમિયાન લગભગ ૨૦૦૦ લોકો ઉપર પ્રેમ, સંબંધો અને ડેટિંગ અંગેનો સરવે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં આ ત્રણેય બાબતોને ઘ્યાનમાં રાખીને સવાલો કરવામાં આવ્યા હતા.










