Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Monday, Nov 30th, 2009, 12:11 am [IST]  

danik bhaskarભૂપતિ અને નોલ્સનું વિભાજન

Agency, London

bhupathi_nolsan_310એટીપીમાં પરાજય બાદ જોડી અલગ, મહેશ ભૂપતિનો નવો જોડીદાર મેકસ મિરનયી

ભારતના મહેશ ભૂપતિ અને બહામાસના માર્ક નોલ્સની સફળ જોડીનું વિભાજન થઇ ગયું છે અને આગામી સિઝનથી બંને ખેલાડી અલગ અલગ જોડીદાર સાથે ડબલ્સમાં રમશે.

અહીં યોજાયેલી એટીપી વર્લ્ડ ટૂર ટેનિસની સેમિફાઇનલમાં આ જોડીનો અમેરિકાના બોબ અને માઇક બ્રાયનની જોડી સામે ૬-૪, ૬-૪થી પરાજય થયો એ સાથે નિરાશાજનક રીતે બંને વિખૂટા પડયા હતા.

મહેશ ભૂપતિ અને માર્ક નોલ્સએ આ ટૂર્નામેન્ટ બાદ વિખૂટા પડવાનો અગાઉથી નિર્ણય જાહેર કરી દીધો હતો.આમ આ મેચ બંનેની આખરી મેચ બની રહી હતી. આ સિઝનમાં ભૂપતિ અને માર્ક નોલ્સની જોડીએ ઘણી સફળતા મેળવી હતી અને બે વખત ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

૨૦૦૯ના જાન્યુઆરીમાં મેલબોર્ન ખાતે ઓસ્ટ્રેલિયન ઓપન અને એ પછી ઓગસ્ટમાં ન્યૂયોર્ક ખાતેની યુ. એસ. ઓપનમાં ભૂપતિ-નોલ્સની જોડી ડબલ્સ ઇવેન્ટમાં રમર્સ અપ રહી હતી.

આગામી સિઝનથી મહેશ ભૂપતિ હવે મેકસ મિરનયી સાથે મળીને ડબલ્સમાં રમશે તો માર્ટી ફિશ હવેથી માર્ક નોલ્સનો નવો જોડીદાર રહેશે.

ત્રીજા ક્રમની આ સૌથી અનુભવી જોડી સામે રમતાં આ મેચના પ્રારંભે બોબ અને માઇક બ્રાયનને થોડી પીછેહઠ કરવી પડી હતી.

 

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: