છવીનો નવો અવતાર
ટીવી સીરિયલ બંદિનીથી ચર્ચામાં આવેલ છવી મિત્તલનું ધ્યાન આજકાલ ગીત સંગીતમાં લાગી રહ્યું છે. સીરિયલ બંદિની પછી લાંબા સમય સુધી નાના પરદા પરથી દૂર રહેલી છવી આજ કાલ સા રે ગા મા નામના મ્યુઝિકલ શોને હોસ્ટ કરતી નજરે પડી રહી છે. છવી મિત્તલ પોતાના આ નવા અવતારથી ઘણી ખુશ છે. તેનું કહેવું છે કે જો ભવિષ્યમાં તેને ટીવી સીરિયલમાં કામ કરવાની તક મળશે તો જરૂર તે પુનરાગમન કરશે.
તેણે વધુમાં જણાવ્યું હતું કે આ મ્યૂઝિક શોને હોસ્ટ કરવો તે મારા માટે સારો અનુભવ છે. મને તેમા ઘણી મજા આવી રહી છે.










