Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Sunday, Nov 29th, 2009, 12:12 am [IST]  

danik bhaskarકાનપુરના ક્યુરેટરે ધોનીને મળવાનું ટાળ્યું

Agency, Kanpur

dhoni૨૦૦૮માં સાઉથ આફ્રિકા સામે ભારતનો વિજય થયા બાદ સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ ગ્રીન પાર્ક સ્ટેડિયમના કયુરેટર અને ગ્રાઉન્ડ સ્ટાફને દસ હજાર રૂપિયાનો પુરસ્કાર આપ્યો હતો જેને કારણે ભારે હોબાળો મરયો હતો. આ વખતે આવો કોઇ વિવાદ સર્જાય નહીં તે માટે પિચ કયુરેટર શિવકુમારે સુકાની ધોનીને મળવાનું ટાળ્યું હતું.



શ્રીલંકા સામેની બીજી ક્રિકેટ ટેસ્ટમાં શુક્રવારે ભારતનો શાનદાર વિજય થયો હતો અને મેચ ચોથા દિવસે જ પૂર્ણ થઇ ગઇ હતી. આમ છતાં શિવકુમાર ધોનીને મળવા ગયા ન હતા. તેમણે જણાવ્યું હતું કે હું બિનજરૂરી વિવાદમાં પડવા માગતો નથી.



એપ્રિલ ૨૦૦૮માં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અહીં રમાયેલી મેચમાં ધોનીની ટીમનો વિજય થયો એ પછી ટીમે શિવકુમારને દસ હજાર રૂપિયાનો પુરસ્કાર આપ્યો હતો. જોકે કોઇ પણ ટેસ્ટને અંતે આમ બનતું હોય છે અને પરિણામ ગમે તે આવ્યું હોય પણ ટીમ આ રીતે ગ્રાઉન્ડ્સમેનને બક્ષીસરૂપે કાંઇક આપતી હોય છે. એ વખતે પણ આમ જ બન્યું હતું પરંતુ શિવકુમારના આશ્ચર્ય વચ્ચે બીજે દિવસે એવા અહેવાલ પ્રકાશિત થયા હતા કે ધોનીએ ભારતીય ટીમને મદદરૂપ થાય તેવી પિચ બનાવવા બદલ શિવકુમારને આ ‘બક્ષીસ’ આપી હતી.



શુક્રવારે મેચ બાદ શિવકુમારે પત્રકારોને જણાવ્યું હતું કે એ વખતનો કિસ્સો મારા માનસપટ પર છવાયેલો છે અને આ વખતે જાણી જોઇને મેં ધોનીને મળવાનું ટાળ્યું હતું. મને આનંદ એ વાતનો છે કે મેચ ચાર દિવસમાં જ પૂરી થઇ ગઇ હોવા છતાં આવો કોઇ વિવાદ સર્જાયો નથી.



આ વખતે પણ ગ્રાઉન્ડ્સમેનને ટીમ દ્વારા ‘ટિપ્સ’ અપાઇ હતી? તેવા પ્રશ્નના ઉત્તરમાં શિવકુમારે જણાવ્યું હતું કે મને ખબર નથી પણ આવું કાંઇ પૂછશો નહીં.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: