Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Sunday, Nov 29th, 2009, 12:12 am [IST]  

danik bhaskarશ્રેણીને અંતે જ ઉજવણી કરીશ : શ્રીસંત

Agency, Kochi

shreesanthકાનપુર ખાતે શાનદાર પ્રદર્શન કરીને શ્રીસંતે ભારતને વિજય અપાવ્યો અને તેને કારણે તેની કારકિર્દીને નવજીવન મળ્યું હશે પરંતુ શ્રીસંત હજી તેની ઉજવણી કરવાના મૂડમાં નથી. શ્રીસંત શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં ભારતે જીતે એ પછી જ ઉજવણી કરશે.



શ્રીલંકા સામેની બીજી ક્રિકેટ ટેસ્ટમાં ભારતનો શાનદાર વિજય થયો હતો અને તેમાં શ્રીસંતને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આમ શ્રીસંતે ટેસ્ટ ટીમમાં સફળ પુનરાગમન કર્યું હતું.



વારંવાર વિવાદમાં સંડોવાયેલા રહેતા શ્રીસંતે જણાવ્યું હતું કે હજી સુધી આ સફળતાની મેં ઉજવણી કરી નથી પરંતુ આશા રાખું છું કે મુંબઇમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં ભારતનો વિજય થાય અને ભારત ૨-૦થી શ્રેણી જીતે એ પછી જ હું ઉજવણી કરીશ.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: