Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Saturday, Nov 28th, 2009, 11:34 pm [IST]  

danik bhaskarપ્રથમ ટેસ્ટમાં કિવિએ પાક.ને પછાડ્યું

Agency, Dunedin

NZશેન બોન્ડ અને ઓ’બ્રાયનનો તરખાટ, ૨૫૧ રનના લક્ષ્યાંક સામે પાક.ના ૨૧૮

ઝડપી બોલર શેન બોન્ડ અને ઇયાન ઓ’બ્રાયનની વેધક બોલિંગ સામે પ્રવાસી પાકિસ્તાનનો શનિવારે ધબડકો થયો હતો અને ૨૫૧ રનના લક્ષ્યાંક સામે રમતાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં તેનો ૩૨ રનથી પરાજય થયો હતો.

અહીં રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં પ્રથમ દાવની ૯૭ રનની સરસાઇ ન્યૂઝીલેન્ડ માટે ઘણી મહત્ત્વની પુરવાર થઇ હતી. આ સરસાઇને આધારે ગૃહટીમે પાકિસ્તાનને પરાસ્ત કરવામાં સફળતા હાંસલ કરી હતી. શનિવારે સવારે ન્યૂઝીલેન્ડે તેનો બીજો દાવ આઠ વિકેટે ૧૪૭ રનના સ્કોરથી આગળ ધપાવ્યો હતો પરંતુ વધુ પાંચ રનના ઉમેરામાં તેના બાકીના બે બેટ્સમેન આઉટ થઇ જતાં પાકિસ્તાનને મેચ જીતવા માટે ૨૫૧ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે શેન બોન્ડ અને ઓ’બ્રાયને પ્રવાસી ટીમને લક્ષ્યાંક સુધી પહોંચવા દીધી ન હતી.

ઓપનર ખુરામ મંઝૂર અને ઇમરાન ફરહાત સસ્તામાં આઉટ થયા એ પછી ફવાદ આલમ પણ આઉટ થઇ ગયો હતો. સુકાની મોહમ્મદ યુસુફ અને  ઉમર અકમલે પાકિસ્તાન માટે વળતો પ્રહાર કર્યોહતો અને સ્કોર ૯૫ સુધી પહોંચાડ્યો હતો. યુસુફે ૪૧ તથા ઉમર અકમલે ૧૭૪ બોલમાં ૭૫ રન ફટકારીને પાકિસ્તાનના વિજયની આશા જગાવી હતી.

શોએબ મલિક અને કામરાન અકમલે પણ બાજી આગળ ધપાવવામાં ટીમની મદદ કરી હતી.  ૬૪મી ઓવરમાં ઉમર અકમલ ૧૯૫ રનના કુલ સ્કોરે આઉટ થયો હતો. આ તબક્કે ડેનિયલ વેટ્ટોરીએ ફરીથી બોન્ડ અને ઓ’બ્રાયનને અજમાવ્યા હતા. મેન ઓફ ધ મેચ જાહેર કરાયેલા ઝડપી બોલર શેન બોન્ડે ૪૬ રન આપીને તથા ઇયાન ઓ’બ્રાયને ૬૩ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: