Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Saturday, Nov 28th, 2009, 11:35 pm [IST]  

danik bhaskarઓસ્ટ્રેલિયા સામે માત્ર ત્રણ દિવસમાં વિન્ડીઝ હાર્યું

Agency, Brisbane

Johnsonપ્રથમ ટેસ્ટમાં ફોલોઓન બાદ બીજા દાવમાં યુવાન બારાથની લડાયક સદી, વેસ્ટ ઈન્ડીઝ ૧૮૭માં આઉટ, ઓસ્ટ્રેલિયાનો ઇંનિંગ્સથી વિજય

૧૯ વર્ષીય એડિ્રયન બારાથે ઝમકદાર સદી ફટકારી હોવા છતાં વેસ્ટ ઇન્ડીઝ અહીં રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ઇનિંગ્સનો પરાજય ખાળી શકયું ન હતું અને ઓસ્ટ્રેલિયા સામે તેનો એક ઇનિંગ્સ અને ૬૫ રનથી પરાજય થયો હતો.

અહીંના ગાબા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ત્રીજા જ દિવસે રિકી પોન્ટિંગની ટીમે વિજય હાંસલ કરી લીધો હતો. આઠ વિકેટે ૪૮૦ રન નોંધાવીને પ્રથમ દાવ ડિકલેર કરનારા ઓસ્ટ્રેલિયાએ પ્રવાસી ટીમને પ્રથમ દાવમાં ૨૨૮ રનમાં આઉટ કરીને ફોલોઓન કર્યું હતું અને એ પછી ત્રીજા દિવસની રમત પૂર્ણ થાય એ અગાઉ તો વેસ્ટ ઇન્ડીઝને બીજા દાવમાં ૧૮૭ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

ઓપનર એડિ્રયન બારાથે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરીને એકલા હાથે લડત આપી હતી. વેસ્ટ ઇન્ડીઝ માટે સૌથી યુવાન વયે સદી ફટકારવાના મહાન ક્રિકેટ જયોર્જ હેડલીએ સ્થાપેલો ૭૯ વર્ષ પુરાણો રેકોર્ડ તોડવાની સાથે સાથે બારાથ પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં જ  સદી નોંધાવનારો બેટ્સમેન પણ બન્યો હતો. બારાથે ૧૯ વર્ષ અને ૨૨૮ દિવસની વયે સદી નોંધાવી હતી જયારે હેડલીએ ૧૯૩૦ના જાન્યુઆરીમાં ૨૦ વર્ષ અને ૨૩૦ દિવસની વયે સદી નોંધાવી હતી.

વેસ્ટ ઇન્ડીઝે શનિવારે સવારે પાંચ વિકેટે ૧૩૪ રનના સ્કોરથી પોતાનો પ્રથમ દાવ આગળ ધપાવ્યો હતો અને ૨૨૮ રનમાં તેના તમામ ખેલાડી આઉટ થઇ ગયા હતા.

ફોલોઓન થયા બાદ વેસ્ટ ઇન્ડીઝની કંગાળ બેટિંગમાં કોઇ ફરક પડયો ન હતો અને બારાથને બાદ કરતાં બાકીના તમામ બેટ્સમેન ઓસ્ટ્રેલિયન બોલિંગ સામે શરણે થઇ ગયા હતા. બેન હિલ્ફૈનહૌસે પ્રારંભમાં જ ત્રણ વિકેટ ખેરવી દીધી હતી. ક્રિસ ગેઇલ, ટ્રેવિસ ડાઉલિન અને શિવનારાયણ ચંદ્રપોલ સસ્તામાં આઉટ થયા હતા અને ત્રણેય બેટ્સમેન હિલ્ફૈનહૌસનો શિકાર બન્યા હતા. હિલ્ફૈનહોસને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

બારાથે એક છેડો સાચવી રાખીને ૧૩૮ બોલમાં ૧૯ બાઉન્ડ્રી સાથે ૧૦૪ રન ફટકાર્યા હતા. અંતે તે વોટ્સનની બોલિંગમાં લેગબિફોર થયો હતો. અમ્પાયરના નિર્ણય સામે તેણે થર્ડ અમ્પાયરને નિર્ણય રીફર કરવાની અપીલ કરી હતી પરંતુ રિપ્લે નિહાળ્યા બાદ તેને આઉટ અપાયો હતો.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: