Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Saturday, Nov 28th, 2009, 12:45 pm [IST]  

danik bhaskarબિગ બીએ શ્રીસંતને શુભેચ્છા પાઠવી

Agency, Mumbai

Big-B_Sreesanthકાનપુર ટેસ્ટમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવનાર શ્રીસંતની ખુશીનો ત્યારે પાર ન રહ્યો જ્યારે બોલિવુડના શહેંશાહ અમિતાભ બચ્ચને તેને શુભેચ્છા પાઠવી. કાનપુર ટેસ્ટમાં શ્રીસંત મેન ઓફ ધ મેચ બન્યો હતો.



કાનપુર ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ શ્રીસંત જેવો મુંબઈ હવાઈમથક પર પોતાના મિત્રો સાથે પહોંચ્યા ત્યારે બિગ બી સાથે તેની મુલાકાત થઈ ગઈ હતી. બિગ બીએ જ્યારે શ્રીસંત અને તેના મિત્રોને જોયા તેવા તરત જ પોતાની કારમાંથી ઉતરીને સીધા શ્રીસંતની પાસે પહોચી ગયા હતા. બિગ બીએ શ્રીસંતને હાથ મળાવ્યો અને તેને શાનદાર પ્રદર્શનની શુભેચ્છા પાઠવી હતી.



શ્રીસંતની સાથે કારમાં રાહુલ દ્રવિડ અને બીજા મિત્રો પણ હાજર હતાં. બિગ બીએ બધાને હાથ મળાવીને તેમને પણ શુભેચ્છા પાઠવી હતી. બીગ બી મુંબઈ એયરપોર્ટ પર પોતાની પુત્રી શ્વેતાને લેવા માટે ગયા હતાં અને તેમની સાથે જયા બચ્ચન પણ હતી.



2 ડિસેમ્બરના રોજ રમાવનારી ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા ગઈકાલે મુંબઈ પહોંચી હતી.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: