Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Saturday, Nov 28th, 2009, 1:35 am [IST]  

danik bhaskarઇટ્સ ગુજરાત હાઈ-ટેક કોર્ટ

Kuldip Singh Kaler, Ahmedabad

high couertહાઈટેક બનેલી ગુજરાત હાઈકોર્ટમાં નોટિસ બોર્ડ ઉપર કાગળિયા લગાવવાની પ્રથા હવે ભૂતકાળ બની જશે. હાઈકોર્ટે પોતે વિકસાવેલા સોફટવેરની મદદથી હવે ૬૦ એલ સી ડી સ્ક્રીન ઉપર કયો કેસની વિગતો ફલેશ થશે.



પોતાનો કેસ ગુજરાત હાઇકોર્ટના વિશાળ કેમ્પસમાં આવેલી ૩૩ અદાલતો પૈકી કઇ અદાલતમાં ચાલી રહ્યો છે તે જોવા માટે અસીલો અને વકીલોએ હવે નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવતા કાગળિયાં પર આધાર રાખવો નહિ પડે. ગુજરાત હાઇકોર્ટ હવે અત્યાધુનિક સર્વર રૂમ અને ૬૦થી વધુ કમ્પ્યૂટરાઇઝ એલસીડી ટીવી સાથે હાઇટેક થઇ રહી છે. અસીલો અને વકીલોની સગવડ માટે હાઇકોર્ટ સંકુલમાં ૬૦ થી વધુ લોકેસન્સ પર એલસીડી ટીવી લગાવવામાં આવશે.



કઇ કઇ જગ્યાએ લાગશે એલસીડી...?



હાઇકોર્ટની જુદી-જુદી ૩૩ અદાલતો ઉપરાંત એડવોકેટ્સ રૂમ, બારરૂમ, કેન્ટીન, લાઇબ્રેરી, તમામ લોબીઓ અને લેડિઝ રૂમ જેવી વિવિધ ૬૦ થી વધુ જગ્યાઓ પર એલસીડી ટીવી લગાવવામાં આવશે. એલસીડી ટીવી પર દર્શાવવામાં આવી રહેલી માહિતી દરેક જણ દૂરથી સ્પસ્ટ પણે વાંચી શકે તે માટે ટીવી સ્ક્રીનની સાઇઝ ૩૨ ઇંચ રાખવામાં આવશે.



કેસની તમામ માહિતી એલસીડી પર...



જે તે સમય હાઇકોર્ટની જુદી જુદી અદાલતોમાં ઓન બોર્ડ જે નંબરનો કેસ ચાલતો હોય તે કેસની સંપૂર્ણ વિગત એલસીડી ટીવી પર દર્શાવવામાં આવશે. નેકસ્ટ કયો કેસ બોર્ડ પર આવશે? કયા વકીલે હાજર રહેવાનું છે? અને કયા નંબરની કોર્ટ છે? કયા જજ સાહેબ સામે કેસ રજૂ થવાનો છે? જેવી તમામ વિગતો એલસીડી પર રજૂ કરાશે. જે વકીલોએ એક જ દિવસે જુદા જુદા અનેક કેસોમાં અપિયર થવાનું હોય તેઓ સરળતાથી જણી શકશે કે તેમનો કયો કેસ કયારે બોર્ડ પર આવશે. એલસીડી સુવિધાનો ફાયદો ૬૦૦૦ એડવોકેટ, ૨૪ માનનીય જજીસ અને કોર્ટ સ્ટાફ ઉપરાંત એક લાખથી વધુ અરજદારોને થશે.



હાઇકોર્ટે જાતે વિકસાવ્યું સોફટવેર



એલસીડી પ્રોજેકટ માટે હાઇકોર્ટના કમ્પ્યૂટર વિભાગે જાતે અધતન સોફટવેર ડિઝાઇન કરીને રૂ. ૧૦ લાખની બચત કરી છે. આ સોફટવેરની મદદથી હાઇકોર્ટની જુદી જદી ૩૩ અદાલતોની માહિતી સર્વર રૂમમાં પહોંચશે અને સર્વરરૂમ આ માહિતીને વ્યવસ્થિત રીતે ગોઠવીને એલસીડી ટીવી પર પ્રસારિત કરશે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: