Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Saturday, Nov 28th, 2009, 12:23 am [IST]  

danik bhaskarશ્વાન સાથે વિહરવાથી સ્વાસ્થ્ય સુધરે છે

Agency, London

જો તમે જીમ જવાનું વિચારતા હોવ તો આ વિચાર માંડી વાળો કારણ કે તાજેતરમાં હાથ ધરાયેલા સંશોધન અનુસાર દિવસમાં બે વખત શ્વાન સાથે વિહરવાથી પણ સ્વાસ્થ્ય સારું રહે છે. બ્રિટનમાં સ્વાસ્થ્ય તજજ્ઞોએ કરેલા અભ્યાસ અનુસાર દિવસમાં બે વખત શ્વાન સાથે ચાલવા જવાથી અઠવાડિયામાં અઢાર કલાકની કસરતની સમકક્ષ લાભ મળે છે. બ્રિટનમાં પાંચ હજાર વ્યકિતઓને આ સર્વેક્ષણમાં સમાવી લેવાયા હતા જેમાં ત્રણ હજાર લોકો શ્વાન માલિક હતા. અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ૫૭ ટકા લોકો તેમની રોજિંદી કસરત ઉપરાંત શ્વાન સાથે ચાલવા પણ જાય છે. ૮૬ ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ જીમમાં જવા કરતાં શ્વાન સાથે ચાલવા જવાનું વધારે પસંદ કરે છે. જોકે ૧૬ ટકા લોકોએ જીમમાં કસરત કરવાનું વધારે પસંદ હોવાનું કહ્યું હતું.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: