Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Friday, Nov 27th, 2009, 1:37 am [IST]  

danik bhaskarરિઝર્વ ફંડમાંથી હીરાની ખરીદી કરાવવા કવાયત

Bhaskar News, Surat

દેશને સૌથી વધારે વિદેશી હૂંડિયામણ રળી આપતા હીરાઉધોગમાં હાલમાં તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં પણ તેજીનો લીસોટો જળવાઇ રહે તે માટે સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આ માટે એસોસિયેશન તરફથી નેશનલ રિઝર્વ ફંડમાંથી તૈયાર હીરાની ખરીદી કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને રજૂઆત કરવામાં આવનાર છે.



રિઝર્વ બેન્ક પાસે હાલમાં પ૩૮ ટન જેટલો ગોલ્ડનો જથ્થો છે. આ જથ્થો હાલમાં કુલ નેશનલ રિઝર્વ ફંડના આઠ ટકા જેટલો છે. આરબીઆઇ દ્વારા નેશનલ રિઝર્વ ફંડમાંથી સોનાની મોટા પાયા પર ખરીદી કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં આરબીઆઈ દ્વારા તૈયાર હીરાની પણ ખરીદી કરવામાં આવે તે માટે સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. વૈશ્વિક મંદીના સમયમાં કેન્દ્ર સરકાર સમક્ષ આ પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પ્રતિસાદ મળ્યો ન હતો. ડાયમંડ પણ નેચરલ રિસોર્સ છે અને જે રિઝર્વ ફંડમાંથી સોનાની જેમ તૈયાર હીરાની પણ ખરીદી કરવામાં આવે તો કેન્દ્ર સરકારને ભવિષ્યમાં તેનો લાભ પણ મળી શકે તેમ છે.



જો વિશ્વની અન્ય સરકારો દ્વારા પણ આ પ્રમાણે ખરીદી કરવામાં આવે અને તૈયાર હીરાનો સ્ટોક કરવામાં આવે તો ચોક્કસ પણે હીરા ઉધોગને મંદીના સમયમાં ટકી રહેવાનું એક બળ મળી રહે તેમ છે. હવે જોવાનું એ રહે છે કે સ્આ રજૂઆત અંગે આરબીઆઇ દ્વારા કેવું વલણ અપનાવવામાં આવે છે.



સોના અને ડાયમંડ વરચે તફાવત કેમ?
જો ભારત સરકાર નેશનલ રિઝર્વ ફંડ તરીકે સોનાની જેમ ડાયમંડને પણ નેચરલ રિસોર્સ ગણીને ખરીદી કરવામાં આવે તો હીરાઉધોગને મોટું પીઠબળ મળે. આ દિશામાં કાર્યવાહી થાય તેના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરાશે.
રોહિત મહેતા , પ્રમુખ એસડીએ

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: