Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Thursday, Nov 26th, 2009, 8:12 pm [IST]  

danik bhaskarમોદી સરકાર સામે બાંયો ચઢાવતાં કર્મચારીઓ

Janardan Dave, Gandhinagar

modi_310ગુજરાતના સરકારી કર્મચારીઓને કેન્દ્રનાધોરણે છઠ્ઠા પગાર પંચનો લાભ આપવા અને અન્ય પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારેગુરૂવારે બોલાવેલી બેઠકનો ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતિએ બહિષ્કાર કર્યો હતો.સમિતિએ ગત ૨૧મીએ બોલાવેલી બેઠકમાં માસ સીએલનો એક દિવસનો પગાર કાપ કર્મચારીને પરતઆપવા અને સમિતિના હોદ્દેદારોની બદલી રદ કરીને તેમને મૂળ સ્થાને પરત મુકવાની માગણીઅંગે નક્કર પગલાં ભર્યા પછીજ વાટાઘાટ આગળ ધપાવવાની તૈયારી દર્શાવી હતી પરંતુ ત્યારબાદપણ આ બંને મુદ્દાઓ પર સરકાર તરફથી સકારાત્મક પ્રતિભાવ ન મળતાં સમિતિના આગેવાનોએવાટાઘાટ માટે સ્પષ્ટ નનૈયો ભણી દીધો છે. હવે સરકાર અને કર્મચારીઓ વચ્ચે ૩૦મીએ પુન:બેઠક યોજાશે અને આ અંગેની લેખિત જાણકારી સરકાર તરફથી સમિતિને આપવામાં આવી છે.


ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલ, કન્વીનર કાલુભાઈ દેસાઈ, ઓફિસર ફેડરેશનના મનોજ મેઉવા અને સમિતિના સંયુકત મહામંત્રીનિખીલ દેસાઈ સહિતના આગેવાનોએ સરકાર જયાં સુધી ઉપરોકત બે મુદ્દે નક્કર પગલાં ન ભરેત્યાં સુધી કોઈપણ પ્રકારની વાટાઘાટ ન કરવાનો મક્કમ નિર્ધાર વ્યકત કર્યો હતો. દરમિયાનગાંધીનગરમાં આગામી છઢ્ઢી ડિસેમ્બરની મહારેલી સંદર્ભે યોજાયેલી મહાસભામાં કર્મચારીઆગેવાનોએ વાજબી માગણી સંતોષવામાં ન આવે ત્યાં સુધી સરકાર સામેની લડત ચાલુ રાખવાનાએલાનને કર્મચારીઓએ સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી.

કર્મચારી આગેવાનોએ આક્રોશ વ્યકતકરતા જણાવ્યું કે, ગત ડિસેમ્બર મહિનામાં છઠ્ઠા પગાર પંચના અમલ અંગેના સમાધાન વખતેસરકાર સાથે માસ સીએલનો પગાર કાપ સહિતના મુદ્દે સમાધાન થયું હતું પરંતુ એક વર્ષજેટલો સમય વીત્યો છતાં સરકારે સમાધાનના એક પણ મુદ્દે કર્મચારીઓને ન્યાય આપ્યો નથી.કર્મચારીઓ પોતાની વાજબી માગણી માટે આંદોલનનું હથિયાર ઉગામે ત્યારે જ સરકાર જાગે છેઅને સમાધાન વખતે વચનો આપીને તેનું પાલન કરતી નથી. સરકારના ગુણોત્સવ સામે માગણીઉત્સવ છેડવાનું એલાન કરતાં આગેવાનોએ જણાવ્યું કે, જયાં સુધી પ્રાથમિક અને આપેલાંવચનો પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી સરકાર સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટ કે ચર્ચાનેઅવકાશ નથી. સમિતિએ સરકારને ૩૦મી નવેમ્બર સુધીમાં આ મુદ્દાઓનું નિરાકરણ લાવવાનાઆપેલાં અલ્ટિમેટમને પગલે સરકાર તરફથી સંકલન સમિતિને પુન: ૩૦મી નવેમ્બરે બેઠક માટેવિધિવત આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: