Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Wednesday, Nov 25th, 2009, 3:13 pm [IST]  

danik bhaskarરમતગમત જીવનને ગતિ અને વિકાસબળ આપે છે

ભાસ્કર ન્યૂઝ . પાટણ

ભાસ્કર ન્યૂઝ . પાટણ

ચાણસ્માના આંગણે યોજાયેલી ગુજરાત રાજય અન્ડર ૧૬ એથ્લેટિકસ સ્પધૉને મશાલ પ્રગટાવીને ખુલ્લી મૂકયા બાદ પૂર્વ ઉધ્યોગ મંત્રી અને મહેસાણાના ધારાસભ્ય અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘રમતગમતથી બાળકોમાં ખેલદિલી, ચપળતા અને ભાઈચારાના ગુણો ખીલતા હોય છે.’ આ સ્પધૉમાં ૨૫ જિલ્લા અને સાત મહાનગરપાલિકા વિસ્તારના ૭૩૦થી પણ વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.

યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને પાટણ જિલ્લા રમત ગમત પરિષદના ઉપક્રમે ચાણસ્માના પી.પી.પટેલ વ્યાયામ સંકુલમાં યોજાયેલી ત્રિ-દિવસીય એથ્લેટિકસ સ્પધૉનો ઉદ્ઘાટન સમારોહ મંગળવારે યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદેથી બોલતા ચાણસ્માના રચનાત્મક અગ્રણી અને મજુર મહાજન સંઘ અમદાવાદના પ્રધાનમંત્રી અમથાભાઈ જોરાભાઈ દેસાઈએ જણાવ્યું કે, ‘આજનું યુવાધન એ આવતીકાલના રાષ્ટ્રનિમૉણની ધરી છે. આ ધરી રમતગમતના માધ્યમથી જ ટકી શકે છે.’ તેમણે ઉમેર્યું કે, ‘રમતગમત જીવનને ગતિ અને વિકાસ માટે બળ પૂzરું પાડે છે. આવા કૌશલ્યવાન વ્યક્તિને તન, મન અને ધનની સુખ પ્રા’ી થાય છે. રમતથી શરીરની સાથે આદર્શ જીવન ઘડતર પણ થાય છે. આ પ્રસંગે એન્જિનિયર પી.પી. પટેલે વજિેતાઓને ઈનામ આપવાની જાહેરાત કરી હતી. ધારાસભ્ય રજનીકાન્ત પટેલ, પૂર્વ મંત્રી અરવિંદભાઈ પટેલ, ઉધ્યોગપતિ ભૂપેન્દ્રભાઈ પટેલ, મામલતદાર વી.જી. કડિયા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પટેલ, પીઆઈ ગામેતી, ચાણસ્મા પ્રગતિ મંડળના મંત્રી મનુભાઈ પટેલ, જિલ્લા રમતગમત અધિકારી જયંતભિાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન પ્રિ. એસ.એમ. પટેલ અને પી.જી. પટેલે કર્યું હતું.



કેટલાએ ભાગ લીધો

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: