Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Nov 25th, 2009, 3:48 am [IST]  

danik bhaskarસિહોરમાં કોડભરી કન્યાને માથામાં સિંદુર પુરાય તે પહેલાં જ કાળનું તેડું

Bhaskar News, Sihor

ભાવનગર ફરવા જતી વાગ્દત્તાની જિંદગીનો અકાળે અંત



સિહોર રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે હાઇવે રોડ પર સિહોરમાં જ રહેતી યુવતી પોતાના મંગેતર સાથે મોટરસાયકલ બેસી ભાવનગર સાઇડ જતી હોય તેવામાં પૂરઝડપે આવતા ટ્રકે મોટરસાયકલને ટલ્લો મારતા મો.સા ની પાછળ બેસેલ યુવતી ટ્રકના વ્હીલના જોટામાં આવી જતા તેણીનું ઘટનાસ્થળે જ મોત નિપજતા વાતાવરણમાં ગમગીની વ્યાપી જવા પામી હતી.અને ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મુકી નાસી ગયેલ.



આ બનાવની મળતી વિગતો મુજબ સિહોર રાજગોર શેરી ખાતે રહેતા અને બરવાળા તાલુકાના બરણીયા ગામે વેવિશાળ કરેલ ગોપીબેન ઉર્ફે મનીર્ષાબેન ગોરધનભાઇ બારૈયા (ઉ.વ.૨૦) પોતાના મંગેતર બિજલકુમાર ની સાથે બજાજ પલ્સર મોટરસાયકલ (નં.જી.જે.૪ એ.એચ.૭૨૯૬) પર બેસી ભાવનગર ફરવા જઇ રહયા હતા તેવામાં સિહોરના રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે પહોંચતા પાછળથી પૂરઝડપે આવતા ટ્રકે મો.સા ને ટલ્લો મારતા ગોપીબેન ફગોળાઇને ટ્રકના વ્હીલમાં આવી જતા ગોપીબેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજતા ગોપીબેનના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.



આ બનાવ અંગે મરણજનાર ગોપીબેનના કાકા નાનુભાઇ સવજીભાઇ બારૈયાએ સિહોર પોલીસ સ્ટેશનમાં ટ્રકના ચાલક વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા સિહોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: