Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Wednesday, Nov 25th, 2009, 3:47 am [IST]  

danik bhaskarસિહોર અને ધ્રુપકા શાળાની મુલાકાત લેતા કમિશ્નર સચિવ

Bhaskar News, Sihor

ભાવનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર પ્રદિપભાઇ શાહે ધ્રુપકામાં સરપ્રાઇઝ ચેકીંગ કરી માર્ગદર્શન આપ્યુ



સિહોર તાલુકામાં આજે સિહોર કે.વ.-ર અને ધ્રુપકા પ્રા.શાળા ખાતે ગુણોત્સવ-૦૯ અંતર્ગત ગાંધીનગરના અધિકારીઓએ મુલાકાત લઇ માર્ગદર્શન આપ્યું હતું. જે અંતર્ગત સિહોરની કે.વ. ર સિહોર ખાતે સચિવ બી.એમ. મુનીએ શાળાની મુલાકાત લઇ સવારથી જ પ્રાર્થના કાર્યક્રમથી માંડીને અંતમાં સાંસ્કતિક કાર્યક્રમ સુધી શાળાની વિવિધ બાબતોની ચકાસણી કરી હતી તેમજ વાંચન, લેખન અને ગણનનું મુલ્યાંકન કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.



જ્યારે સિહોર તાલુકાની ધ્રુપકા પ્રાથમિક શાળામાં કમિશ્નર સચિવ અને પૂર્વ કલેક્ટર પ્રદિપભાઇ શાહે પણ શાળામાં વાંચન, લેખન અને ગણનનું મુલ્યાંકન કર્યુ હતું. મઘ્યાહન ભોજનની ચકાસણી કરી હતી. ગામના વાલીઓને બાળકોને આગળ શિક્ષણ અર્થે મોકલવા ખાસ ભલામણ કરેલ. તેમજ સાંજે સાંસ્કતિક કાર્યક્રમનું નિદર્શન કરેલ અને અંતમાં શાળાના શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: