Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Nov 25th, 2009, 3:45 am [IST]  

danik bhaskarટીમાણામાં બાલિકાવધુ જેવો બાળ વિવાહનો કિસ્સો નોંધાયો

Bhaskar News, Talaja

તળાજા તાલુકાનાં ટીમાણા ગામે તાજેતરમાં યોજાયેલ લગ્નમાં કન્યાની ઉમર નાબાલીક હોય બાળ લગ્ન પ્રતિબંધક ધારા હેઠળ કન્યાનાં માતા-પિતા-મુરતીયાનાં માતા-પિતા અને ગોર મહારાજ વિરૂઘ્ધ
તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ છે.



આ બનાવ સંબંધે ચોકકસ બાતમીનાં આધારે તપાસ કરતા તાજેતરમાં જ ટીમાણા ગામે રહેતા વિપ્ર પ્રાગજીભાઇ ઉમીયાશંકરભાઇ દવેની દિકરીનાં લગ્ન તળાજાનાં સાંખડાસર ગામનાં આણંદજીભાઇ ભાનુભાઇ જાનીનાં દિકરા સાથે થયા હતાં.



જાન રંગે ચંગે આવી લગ્ન વિધિ સંપન્ન થયા બાદ કન્યાની વય ૧૭ વર્ષની હોવાની જાણ કરતાં તળાજા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ હામાભાઇ એમ. ભમ્મરે જાતે ફરિયાદી બનીને કન્યાનાં પિતા પ્રાગજીભાઇ દવે. માતા પુષ્પાબેન તથા મુરતીયાનાં પિતા આણંદજીભાઇ જાની અને માતા માયાબેન અને લગ્ન વિધિ સંપન્ન કરાવનાર રમેશભાઇ પ્રભાશંકર ગોર સામે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ કરતાં બાળ લગ્ન પ્રતિબંધક ધારા ૧૯૬૯ની કલમ ૪-૫-૬ અન્વયે ગુનો દાખલ કરી તળાજા પીએસઆઇ આર. આર. સુરાણી તપાસ ચલાવી રહ્યા છે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: