Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Nov 25th, 2009, 10:27 pm [IST]  

danik bhaskarઅને હવે હેલ્ધી વાસણો

Asha Desai, Ahmedabad

vasanતમારી મનપસંદ વાનગીઓ તેલ, ઘી બટર વગર પણ તૈયાર થઈ રહી છે એ પણ એક આકર્ષક વાસણો માં! આ વાસણો ઘણાંજ મોંઘા છે પણ તમારી હેલ્થથી વધારે તો નહી જ ને!

આજકાલ ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર કોલેસ્ટ્રોલ જેવા રોગ ઘરમાં પણ પેસારો કરી ગયા છે. ઓબેસિટી જેવા વકરેલા રોગની સામે વિશ્વભરના લોકોએ ઝુંબેશ ઉપાડી છે. ખોરાકની ગુણવત્તા જળવાઈ રહે અને આરોગ્ય યોગ્ય રહે એ માટે બજારમાં એક કંપનીએ કિચનમાં વપરાય એવા સ્ટેનલેસસ્ટીલના વસણોની પહેલ કરી છે.

રેગ્યુલર કિચનમાં વપરાતા સ્ટીલના વાસણો અને આ વાસણોમાં ઘણો તફાવત છે. આ વાસણો ટીટેનિયમ સ્ટીલમાંથી બનાવેલા છે. ટીટેનિયમ સ્ટીલ એ બોડીનાં સાંધાના રીપ્લેસમેન્ટ માટે વપરાતું સ્ટીલ છે જે કોઈ જ રીતે હાનિકારક નથી. આ વાસણોમાં સાત લેયર્સ હોય છે. જેથી એમાં બનાવેલા ક્રૂડની ગુણવત્તા અને ટેસ્ટ જળવાઈ રહે છે. સલાડમાસ્ટરના વાસણમાં ઓઈલ અને પાણી વાપરવું પડતું નથી. મસાલાનો પણ ૫૦ ટકા જેટલો બચાવ થઈ શકે છે.

ડાયાબિટીક પેશન્ટ કે હાર્ટના પેશન્ટ માટે આ વાસણો ઘણાં જ ઉત્તમ છે. વાસણોમાં જલદી ડાઘા નથી પડતા કે જલદી ક્રેક પણ પડતી નથી. રસોઈ બનાવ્યા પછી એમાં પાણી અને મોઈશ્વરાઈઝરનું પ્રમાણ જળવાઈ રહેતું હોવાથી ફૂડ ઈનટેક ઓછો થાય છે અને આરોગ્ય જળવાઈ રહે છે.

ફાયદા

-૯૩ ટકા વિટામિન્સ જળવાઈ રહે છે.-નો ઓઈલ નો વોટર-એનર્જીની બચત-મસાલાની બચત-ઉત્તમ ગુણવત્તા અને સરળ મેન્ટેનન્સ-હાર્ટ પેશન્ટ અને ડાયાબિટિક પેશન્ટ માટે ડોકટરોએ રેકમેન્ડ કરેલું

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: