Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Nov 25th, 2009, 10:27 pm [IST]  

danik bhaskarઇન્ફલુઅન્સ શિખવાડશે ફલુઅન્ટ અંગ્રેજી

City Reporter, Ahmedabad

enlishઅમેરિકાની કેમ્બ્રિજ યુનિ. દ્વારા શહેરના વિધાર્થી માટે ખાસ અમેરિકન ઇગ્લિંશનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. માતૃભાષામાં અભ્યાસ કરતા બાળકોને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ લાવવા આ ખાસ પ્રોજેકટ હાથ ધરાયો છે

હવે અંગ્રેજી નથી આવડતું તેવી મર્યાદા માતૃભાષામાં અભ્યાસ કરતા બાળકોમાં નહી રહે કારણ કે શહેરની શાળામાં હવે અમેરિકાની કેમ્બિ્રજ યુનિ. દ્વારા ખાસ અંગ્રેજી કોર્સની તાલીમ આપવામાં આવશે. અમેરિકાના પ્રોફેસર્સના હાથ નીચે તૈયાર થયેલા શિક્ષકો દ્વારા શહેરની આઠ સ્કૂલોમાં કેમ્બ્રિજ યુનિ. દ્વારા સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે.

ત્યારે તે અંગે માહિતી આપતા સ્પ્રેટ સંસ્થાના કો-ઓર્ડિનેટર ઝૂલ્ફી મહમદ કહે છે કે, ‘અમેરિકાની કેમ્બ્રિજ યુનિ. દ્વારા આ રીતના પ્રોગ્રામો કરવામાં આવે છે તેની માહિતી અમને કેમ્બ્રિજ યુનિ.ની વેબસાઇટ પરથી મળી હતી. ત્યાર બાદ અમારી સંસ્થાએ અંગ્રેજી કોર્સના પ્રોજેકટ અંગે પત્ર વ્યવહાર કર્યો હતો જેમણે અમારી રજૂઆત બાદ બાળકોને અંગ્રેજી ભાષા શિખવવાનો પ્રોજેકટ ‘ઇનફલ્યુઅન્સ’ શરૂ કરવાની બધી જ જવાબદારી ઉપાડી છે.

જેના માટે હાલ અમે શહેરની વિવિધ સ્કૂલમાં એપ્ટિટયૂડ ટેસ્ટ લઇ રહ્યાં છે.’ એપ્ટિટયૂડ ટેસ્ટમાંથી ૨૪૦ જેટલા વિધાર્થીઓને સિલેકટ કરવામાં આવશે જેમને અમેરિકાની કેબ્રિજ યુનિ.ના પ્રોફેસર પાસેથી તાલીમ લીધેલા શિક્ષકો દ્વારા અંગ્રેજી ભાષા શિખવવામાં આવશે. જે અંગે વાત કરતા સ્પ્રેટના ઝુલ્ફી મહમદ કહે છે કે, ‘અમેરિકન એમ્બેસી દ્વારા વિધાર્થીને ભણાવવા માટે વિડિયો ફિલ્મ, લાઇબ્રેરી અને અભ્યાસલક્ષી પુસ્તકો આપવામાં આવશે.

જયારે વિધાર્થીઓ લાઇવ ઇન્ટરેકશન કરી શકે તે માટે અમેરિકન યુનિ. દ્વારા શહેરની સારી સંસ્થાઓમાં બાળકોને લઇ જવામાં આવશે. ઇન્ટરેકિટવ રીતે બાળકોને અંગ્રેજી શીખવવાનો અમેરિકી ગર્વમેન્ટ દ્વારા પ્રથમ પ્રયાસ થઇ રહ્યો છે. જેમાં બાળકોને બે વર્ષ સુધી તાલીમ આપીને તૈયાર કરવામાં આવશે ત્યાર બાદ કેમ્બ્રિજ યુનિ. દ્વારા તાલિમ લીધેલા બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવશે.’



  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: