Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Nov 25th, 2009, 10:28 pm [IST]  

danik bhaskarજર્મન ભાષા પછી કલ્ચર પણ જાણો

City Reporter, Ahmedabad

germanભારતના દરેક શૈક્ષણિક સંકુલોમાં જર્મન ભાષા અને તેની સંસ્કૃતિ વિશે માહિતી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

‘અમારો હેતુ ભારતના દરેક શહેરોમાં જર્મન ભાષા અને તેની સંસ્કૃતિ અંગે જાણકારી આપવાનો તથા ભાષા શિખવવાનો છે. આ માટે અમે બને તેટલી શાળાઓને અમારી સાથે સાંકળવા માગીએ છીએ’ તેમ ગોએથે ઇન્સ્ટિટયૂટ મેકસ મૂલર ભવન, પૂનાના ડિરેકટર મિશેલ ફલચે કહ્યું હતું.

અમદાવાદની મુલાકાતે આવેલા મિશેલે જણાવ્યું હતું કે, અમે ભારતના ઘણા શહેરોમાં જર્મન ભાષાનું યોગ્ય ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યા છીએ. ઉપરાંત શિક્ષણની સાથે અમે ત્યાંની સંસ્કતિનો ખ્યાલ પણ આપવા માગીએ છીએ. અમે ભારતના દરેક શૈક્ષણિક સંકુલોમાં જર્મન ભાષા અને તેની સંસ્કૃતિ વિશે માહિતી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ.

છેલ્લાં દોઢ વર્ષથી અમદાવાદ ખાતે ચાલી રહેલા ગોએથ જેન્થ્રુ , ઇન્ડો જર્મન લેન્ગવેઝ અને કલ્ચર સોસાયટીમાંથી પણ વિધાર્થીઓ જર્મન વિશેનું નોલેજ લઈ રહ્યા છે. અમદાવાદ સેન્ટરના પ્રોગ્રામ ડાયરેકટોરેટ રાહુલ ઠક્કરે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આ સેન્ટર પરથી જર્મન ભાષા શીખનારા ઘણા છે, પરંતુ હવે અમે તેમને જર્મન સંસ્કતિ વિશે પણ જણાવવા માગીએ છીએ, જેના માટે તાલીમ, સેમિનાર, નોલેજ એકસ્ચેન્જ કાર્યક્રમોથી તેમને શિક્ષિત કરીશું.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: