દેશભરમાં મનોરંજન કરમાં સમાનતા જરૂરી
દેશમાં મનોરંજન અને મીડિયા ઉદ્યોગ ઝડપથી વધવાની વ્યાપક સંભાવના છે અને તેણે જોતા કેન્દ્ર સરકારે દેસભરમાં મનોરંજન કરને સમાન રાખવા માટે સમન્વયની ભૂમિકા નિભાવવી જોઇએ તેવો આગ્રહ એસોસીએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયા (એસોચેમે) નાણાં મંત્રાલયને મોકલેલ એક યાદીમાં કહ્યું છે.
હાલમાં મનોંરજન કરમાં 30 થી 40 ટકાની વિભિન્નતા છે અને ખાસ કરીને મનોરંજન અને મીડિયા ઉદ્યોગના સંભવિત વિકાસને જોતા તેમાં એકરૂપતા લાવવાની જરૂર છે તેમ યાદીમાં જણાવ્યું છે.
ડો.સ્વાતિ પિરામલે કહ્યું કે રાજ્યોને દેશના સંવિધાન અંતર્ગત મનોરંજન કર નાંખવાનો અધિકાર છે, જ્યારે ખાસ કરીને વર્તમાન માહોલમાં મનોરંજન જીવનની એક મૂળભૂત જરૂરિયાત છે. તેમણે કહ્યું કે સિનેમાઘરોમાં હાલમાં રિલીઝ થનાર ફિલ્મો પર વસૂલવામાં આવતા મનોંરજન કરમાં દેશભરમાં 30 થી 40 ટકાનો તફાવત છે.
કેન્દ્ર આ અંતરને પૂર્ણ કરીને એકરૂપતા લાવવા માટે સમન્વયકની ભૂમિકા નિભાવવી જોઇએ. એસોચેમ માને છે કે આવતા પાંચ વર્ષમાં મનોરંજન કરમાં વાર્ષિક 10 ટકાની વૃદ્ધિ થવાની આશા છ અને આ એક-એક હજાર સુધી પહોંચી જશે, પરંતુ કરની વિભિન્નતાના લીધે તેની વિકાસ ગતિ પ્રભાવિત થઇ રહી છે.
એસોચેમે કહ્યું કે દેશમાં રેકોર્ડ કરવામાં આવેલ ડીવીડી અને સીડીમાં પ્રત્યક્ષ સાંઠગાંઠ હોવાથી નકલનું પ્રચલન ઘણું છે.












