Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Sunday, Nov 22nd, 2009, 3:21 am [IST]  

danik bhaskarસિહોર નજીકના ટાણા ગામે સ્વાઈન ફલૂનો પોઝિટિવ કેસ

Bhaskar News, Sihor

ટાણાના ૪૫ વર્ષીય પોપટભાઈ પટેલ સ્વાઈન ફલૂના સકંજામાં સપડાતા નાના ગામમાં વ્યાપેલો ફફડાટ



સામાન્ય રીતે જે રોગનું નામ સાંભળતા જ લોકોમાં ભયનો માહોલ સર્જાય જતો હોય છે. દેશમાં અને ત્યારબાદ ધીરે-ધીરે ભાવનગર જિલ્લામાં પણ આવી પહોંચેલા સ્વાઇન ફલુના પ્રાથમિક લક્ષણોનો પોઝિટીવ રીપોટર્ આજે સિહોર તાલુકાના ટાણા ગામનાં આધેડ પટેલ શખ્શને આવતા સમગ્ર પંથકના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.



આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તા.ના ટાણા ગામે રહેતા પોપટભાઇ જેરામભાઇ પટેલ (ઉ.વ.૪૫) ને આજ થી ચાર-પાંચ દિવસ પૂર્વે તાવ આવતા તેઓ સારવાર માટે ભાવનગરની કોઇ હોસ્પિટલ ખાતે ગયેલ. અને દવા લઇ ધેર પરત આવેલ. પરંતુ તાવે મચક ન આપતા પોપટભાઇ આજે ફરીથી ભાવનગર દવા લેવા ગયેલ.



ત્યાં ડોકટરે તેમને રીપોટર્ કરાવવાનું કહેતા પોપટભાઇએ રીપોટર્ કઢાવ્યો. અને રીપોટર્માં સ્વાઇન ફલુના પ્રાથમિક લક્ષણો હોવાનો પોઝિટીવ રીપોટર્ આવેલ. આ પછી પોપટભાઇ ધેર પરત ફર્યા. આ પછી આજે સાંજના શુમારે ટાણા ૧૦૮ના ડોકટર તુષારભાઇ અંધારિયા અને પાયલોટ અમિતભાઇ મહેતાએ પોપટભાઇને પ્રથમ સિહોર સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડેલ.



આમ, સમગ્ર જગતને પોાતાના ભયથી ધુ્રજાવનાર સ્વાઇન ફલુના પ્રાથમિક લક્ષણો આરોગ્ય તંત્ર માટે લાલબતી સમાન છે. અને આ લક્ષણો આરોગ્ય તંત્રની બેજવાબદારી તો છતી તો નથી કરતાં ને? સિહોર પંથકમાં આ મુદો આજે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.



દરમિયાનમાં શિયાળાની ઠંડી વધતા શરદી અને ફલૂના દર્દીઓમાં વધારો થયો છે ત્યારે તબીબોએ લાંબો સમય શરદી રહે અને તાવ આવે અને સ્વાસ્થ્ય વધુ કથળતું લાગે ત્યારે નિષ્ણાંત તબીબોના માર્ગદર્શન હેઠળ દવા લેવા જણાવાયું છે.



હાલ ઘણા શરદી-ઉધરસની જાતે દવા લે છે અને ઉટવૈદુ કરીને વધારે પસ્તાાય છે. સ્વાઈન ફલૂમાં પણ હવે જેમ ઠંડી વધે ત્યારે પુરતી તકેદારી રાખવી જરૂરી છે કારણ કે, આ રોગના વાયરસ એચ-૧, એન-૧ ઠંડીમાં વધારે પડતા અસરકારક રહે છે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: