Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Sunday, Nov 22nd, 2009, 3:21 am [IST]  

danik bhaskarરાજુલાના ડુંગર ગામે ગટર ગંગાથી રહિશો ત્રાહિમામ

Bhaskar News, Bhavnagar

રાજુલાના ડુંગર ગામે જુની બેંક થી નવી બેંક સુધી ગટરોના ગંદા પાણી રોડ ઉપર વહે છે અને ગંદકી રોડ ઉપર ફેલાઇ રહી છે. મરછરોનો ઉપદ્રવ દિવસે દિવસે વધી રહ્યો છે. અગાઉ ડેન્ગ્યુના કેસો ડુંગરમાં નોંધાયા હતા ત્યારે આરોગ્ય સ્ટાફે ડોર ટુ ડોર સર્વે કરી આ રોગને કાબુમાં લીધો હતો



મેઇન બજારમાં હવેલીચોકમાં ઘરના ગંદા પાણીના નિકાલ માટે રોડ ઉપર ખાડાઓ કર્યા છે તેમાં બહારપરામાં પણ અતિશય ગંદકી જોવા મળે છે બેંક તરફ જતા રાહદારી સવારે અને સાંજે પાણી ચાલુ હોય ત્યારે ગંદકીનું પાણી વહેતુ હોવાથી રાહદારીઓને અવાર નવાર મુશ્કેલીરૂપ બને છે વૃઘ્ધ લોકો અવાર નવાર પડી જવાના બનાવો બને છે.



અને આ ગંદકીથી ડેન્ગ્યુ સ્વાઇનફલૂ જેવા ભયંકર રોગોના ભોગ ન લેવાય તે પહેલા આરોગ્ય તંત્રે ડુંગરની મુલાકાત લઇ પગલા ભરવા જોઇએ આ બાબતે યોગ્ય નહિ થાય તો ગામના લોકો આરોગ્ય મંત્રીને પણ જાણ કરવાના છે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: