Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Friday, Nov 20th, 2009, 3:19 pm [IST]  

danik bhaskarઆત્મીય શહેર પેરિસ

Sitanshu Yashchandra

પેરિસની મજા એ છે કે, જેમ જેમ ફ્રેન્ચ ભાષા આવડે, તેમ તેમ પેરિસ વધુ ઊઘડે. કોઇ પણ દેશમાં ફરવા માટે તેની પોતાની ભાષા જાણવાથી વધુ મજા આવે. ત્યાંના ક્રેનેમાર્ગ પર સ્ટેશનના બીજા છેડે એક દરજી હતો. મને એટલા માટે એ યાદ છે કે, પોતે ગોરો હતો અને છતાં એક કાળો માણસ એને ત્યાં આવતો, તેને ખૂબ ઉમળકાભેર તે આવકાર આપતો. પેરિસની શેરીઓમાં લોકોની સુસ્ત અને ભૌતિકતા વચ્ચે પણ આત્મીયતાભર્યા સ્મિત મેં જોયા છે.’



parisતીવ્ર મંદીને લીધે આ વખતે ગુજરાતીઓની પ્રવાસરુચિ થોડી સંકોચાઇ છે, પરંતુ એમ ફરવાનું બંધ કરે તો ગુજરાતી શેના? અને એટલે ક્યાં ફરવા જવું? કેટલા દિવસની ટૂર થાય? કેવી રીતે જવાય? વગેરે સવાલો કાં તો ટ્રાવેલ્સ એજન્સીઓની ઓફિસમાં કે પછી અગાઉ જે કોઇ પ્રવાસ કરી આવ્યા હોય તેને પૂછાઇ રહ્યા છે, ટૂર ટિપ્સ મળી રહી છે.



લોકો સલાહ લઇ રહ્યા છે, આપી રહ્યા છે, બ્રોશર્સમાં મળતી સલાહો વચ્ચે એક ઉમદા અને ઓફબીટ ટિપ્સ પ્રવાસપ્રેમીઓને મળી છે. કોઇ દેશ કે પ્રાંતનો પ્રવાસ કરવો હોય તો ગાઇડનો હાથ ઝાલીને કરવાને બદલે માતૃભાષાની આંગળી પકડીને તે પ્રદેશમાં વિહરવું જોઇએ.



સ્વાભાવિક રીતે જ આવી સલાહ કોઇ ટ્રાવેલ્સ એજન્ટ તો શું, એવોર્ડ ઓરિએન્ટેડ કવિતાઓ લખનારા ‘મોટા’ કવિઓ પણ આપી ન શકે!!



યસ, આવી સરસ ટિપ્સ આપી છે તે વ્યક્તિનું, સોરી તે વ્યક્તિત્વનું નામ છે સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા. નામ વાચતાં જ તમારી નજર સામે એ શ્વેત ફરફરતી દાઢી, ગૌર, સૌમ્ય અને તેજોમય ચહેરો, વિશ્વ સાહિત્યના અગાધ અઘ્યયન અને ગહન જ્ઞાનના દસ્તાવેજ સમો વિશાળ ભાલપ્રદેશ, ૬૭-૬૮ મે વર્ષે પણ વિસ્મય અને પ્રસન્નતાથી છલકાતી આંખો... રશિયન પર્સનાલિટી સિતાંશુ યશચંદ્ર.



ગુજરાતના વાચકોને તો તેમણે ‘ઉત્તરે નગર અયોઘ્યા... દખ્ખણે લંકા...’ લખી ‘એને બહુ ઊડવાની ટેવ’ તેમ કહી જટાયુ જેવી કૃતિ દ્વારા સાહિત્યના ગગનમાં વિહાર કરાવ્યો છે અને ‘ઓડિસિયસના હલેસાં’ દ્વારા બળૂકાં સર્જનની સફર કરાવી છે. એ સિતાંશુભાઇ અભ્યાસાર્થે અને એ સિવાય ઘણું ફર્યા છે. એ પ્રવાસના પાનાંમાંથી થોડાં શબ્દો તેમણે કહ્યા એ અહીં ઉતાર્યા છે.



ઐતિહાસિક શહેર પેરિસની પ્રવાસનના એંગલથી કોઇ ઓળખ હોય તો તે તો એફિલ ટાવર જ છે. પરંતુ, સિતાંશુભાઇએ જે પેરિસ ટેલિફોનિક ટોકમાં બતાવ્યું, એ અલગ છે.



‘પેરિસ અમે દોઢ વર્ષ રહ્યા. અમારી દીકરી નાની હતી, પેરિસ આવતા પહેલાં લકઝમ્બર્ગ રેલવે સ્ટેશન આવે. આ સ્ટેશન આવ્યું ત્યારે દીકરીને દૂધ પીવાનો સમય થયો. મારા પત્નીએ કહ્યું, ‘દૂધ લાવવું પડશે.’ લકઝમ્બર્ગ સ્ટેશન પર હું દૂધ લેવા ઊતર્યો. હજુ તો થર્મોસમાં દૂધ લઉ, ત્યાં જ અચાનક ગાઢ ધુમ્મસ ઊતરી આવ્યું.



એટલું બધું ધુમ્મસ કે ટ્રેન ક્યાં છે તે દેખાય નહીં. પત્ની અને દીકરી એ બન્ને ટ્રેનમાં હતા અને હું પ્લેટફોર્મ પર. વાતાવરણ તો આહલાદક હતું, પણ સાથોસાથ પત્ની અને પુત્રી પાસે પહોંચવાનો ઉચાટ પણ હતો જ. ટ્રેનની વ્હીસલ સંભળાઇ અને તે દિશામાં હું ગયો. અંદર પહોંચી તો શક્યો, પરંતુ ત્યાં સુધી આંખ સામે કુદરતનું અને મન પર ચિંતાનું ધુમ્મસ રહ્યું હતું. આવું છે એ પ્રાંતનું વાતાવરણ.



પેરિસની મજા એ છે કે, જેમ જેમ ફ્રેન્ચ ભાષા આવડે, તેમ તેમ પેરિસ વધુ ઊઘડે. કોઇ પણ દેશમાં ફરવા માટે તેની પોતાની ભાષા જાણવાથી વધુ મજા આવે. ત્યાંના ક્રેનેમાર્ગ પર સ્ટેશનના બીજા છેડે એક દરજી હતો. મને એટલા માટે એ યાદ છે કે, પોતે ગોરો હતો અને છતાં એક કાળો માણસ એને ત્યાં આવતો, તેને ખૂબ ઉમળકાભેર તે આવકાર આપતો.



પેરિસની શેરીઓમાં લોકોની સુસ્ત અને ભૌતિકતા વચ્ચે પણ આત્મીયતાભર્યા સ્મિત મેં જોયા છે.’



સિતાંશુભાઇએ જોયેલા પેરિસ કરતાં પણ તેમણે માણેલા અમેરિકાના ઇન્ડિયાના રાજ્ય પાસેના એક ગામડાની વાત ઘણી સ્પર્શીલી છે. તેઓ કહે છે, ‘અમેરિકાના અંતરિયાળ વિસ્તારમાં શિકાગોના મિશિગન રાજ્યના અને નાના બ્યુમિંગ્ટન ગામનો મારો અનુભવ મારા સર્વ પ્રવાસોમાં આજે પણ તરત સ્મરે એવો છે.



ભૌગોલિક એટલે કે, જમીન અને દરિયાની મુસાફરી તો થાય જ. પરંતુ, કેટલીક મુસાફરીઓ ભાવજગતમાં લઇ જનારી હોય છે. ૧૯૬૮ થી ૧૯૭૧ શિકાગો યુનિવર્સિટીમાં વિદ્યાર્થી તરીકે હું હતો. તે સમયે ડેન નામનો મારો એક સહાઘ્યાયી મારો મિત્ર થઇ ગયો હતો.



મહત્વનું એ છે કે, ૧૯૯૮માં ૩૦ વર્ષ બાદ જયારે હું મારા પત્ની સાથે શિકાગોના એ વિન્સેસ ગામે ગયો, ત્યારે ડેનનો ઉમળકો એ જ હતો!



અમેરિકા એટલે આકાશને આંબતી ઇમારતો, રોશનીનો ઝળહળાટ, ભવ્યતા, ભવ્યતા અને ભવ્યતા... તથા ભૌતિકપણું, એવી માન્યતા ફુગ્ગાની જેમ ફૂટી જાય તેવું આ વિન્સેસ ગામ હતું. ડેન અને તેની પત્ની ડાયેન અમને ખૂબ સાચવે. પતિ પત્નીને જુદા જુદા નામે બોલાવે. એક દિવસ તો કહે, ‘હમણાં પેલો કારપેન્ટર આવશે.’ પછી ફોડ પડ્યો કે, ઇસુને પણ તેના ધર્મમાં કારપેન્ટર કહેવામાં આવે છે.



ડેને અંગ્રેજી વિષયમાં એમ.એ. કર્યા પછી પણ સુથારીકામ ચાલુ રાખ્યું હતું. અમેરિકાના અંતરિયાળ વિસ્તારમાં પણ નૈસર્ગિક વાતાવરણ અમે ખૂબ માણ્યું હતું. આ એક ક્રોસઓવર કન્ટ્રી જેવું ગામ હતું કે જેની ઉપરથી સતત વિમાનો ઊડતા રહેતા. પણ, કુદરતની અસીમ લીલા જોતાં હોઇએ ત્યારે એ વિમાન ઊડીને જતું રહે પછી ખ્યાલ આવે કે તે તો છેક દૂર પહોંચી ગયું.



(જ્વલંત છાયા સાથેની વાતચીતના આધારે)



paris

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: