Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Friday, Nov 20th, 2009, 12:06 pm [IST]  

danik bhaskarFIIની ખરીદી બરકરાર, બજાર કેવી રીતે તૂટે

sharemanthan.in

Rajiv Zaરાજીવ રંજન ઝા

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની ખરીદી થોડીક હલકી પડી છે, પરંતુ સતત ચાલુ છે. નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં પહેલા ટ્રેડિંગ સેશનના દિવસે એટલે કે 3 નવેમ્બર, 2009ના રોજ એફઆઇઆઇની ખરીદી-વેચાણનો આંકાડો લાલ હતો. ત્યારબાદથી સતત 11 ટ્રેડિંગ સેશનથી એફઆઇઆઇની ખરીદી ચાલુ છે. જો એનએસઇના આંકડા લઇને ચાલીએ તો 11 દિવસોમાં 4507 કરોડની ખરીદી કરી ચૂકયા છે. સેબીના આંકડા અનુસાર આ આંકડો અંદાજે 4700 કરોડની આસપાસ બને છે.

જો કે માર્ચ 2009થી એફઆઇઆઇનું ખરીદી અભિયાન ચાલુ છે અને ભારતીય શેરબજારોનું પણ ઉપર ચઢવાનું ચાલુ છે. માર્ચ,2009થી એફઆઇઆઇની ચોખ્ખી વેચવાલી રહી જ નથી. ક્યારેક એફઆઇઆઇની ખરીદી તેજ બની જાય છે, જેમકે મે મહિનામાં 20607 કરોડ અને સપ્ટેમ્બરમાં 19940 કરોડની ખરીદી કરી હતી. ક્યારેક આ ખરીદી નબળી પણ પડી જાય છે, જેમકે જૂન મહિનામાં 3225 કરોડ અને ઓગ્સ્ટમાં 4029 કરોડની વેચવાલી હતી. પરંતુ કુલ મળીને એફઆઇઆઇની ખરીદી વધુ છે. પ્રશ્ન એ જ છે કે જ્યાં સુધી એફઆઇઆઇની ખરીદી ચાલુ છે, ત્યાં સુધી બજાર કેવી રીતે તૂટશે?

ચોક્કસ, સ્થાનિક સંસ્થાઓ પ્રોફિટબુકિંગ કરતી દેખાઇ રહી છે. તેમના પ્રોફિટબુકિંગે જ છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનથી નિફ્ટીને 5000-5100ની નાની અવધિમાં બાંધી રાખી છે. પરંતુ સ્થાનિક સંસ્થાઓનું પ્રોફિટબુકિંગ બજારને નીચામાં નથી લઇ જતું, ખાસ કરીને જ્યારે એફઆઆઇની ખરીદી ચાલુ હોય ત્યારે તો બજાર નીચે જતું નથી. મ્યુચ્યુઅલ ફંડોએ સપ્ટેમ્બરમાં પણ 2334 કરોડ અને ઓક્ટોબરમાં 5194 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી ને! તો પણ સપ્ટેમ્બર મહિનામાં નિફ્ટી 4662થી ચઢીને 5084 સુધી ગઇ. ઓક્ટોબર મહિનામાં તેમનું પ્રોફિટબુકિંગ જરૂર રંગ લાવ્યું, પરંતુ બજાર તૂટયું નહિં.

માર્ચથી અત્યારસુધીમાં એફઆઇઆઇની ખરીદી સતત ચાલુ છે, તેનો મતલબ એ નથી કે આગળ જતા એફઆઇઆઇની વેચવાલી આવી ન શકે. આ તો વૈશ્વિકબજારોની હલચલ અને ભારતીય શેરબજારની ધારણાઓ પર નિર્ભર કરે છે. તે એ પર નિર્ભર કરે છે કે તેઓ ક્યા સ્તરને પ્રોફિટબુકિંગ માટે ઠીક માને છે. તેઓ વેપારની દ્રષ્ટિ અપનાવે છે કે તેઓ લાંબાગાળાના રોકાણ પર જોર આપી રહ્યા છે, તેના પર નિર્ભર કરે છે. પરંતુ મારૂં કહેવું ફકત એટલું જ છે કે જ્યાં સુધી તેમની ખરીદી ચાલુ છે, ત્યાં સુધી બજાર વધતું જ રહેશે, કોઇ મોટો ઘટાડો તો મુશ્કેલ લાગે છે. જ્યારે તેના આંકાડા લાલ જોવા મળે, ત્યારે ચોક્કસ માની લેવું કે સાવધાન થવાનો સમય આવી ગયો છે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: