રેડિયો પ્લેયર પર સોશિયલ નેટવર્કિંગના અપડેટ અને સિક્યોરિટી ફીચર્સ
રગ્બી બોલના આકારવાળો એક નવો રેડિયો હવે ઇલેકટ્રોનિક બજારમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે.
આ સેટ પર સંગીત સાંભળવાની સાથે-સાથે ટ્વીટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટના સંદેશાની માહિતી પણ મેળવી શકાશે. આટલું જ નહીં, આ નાનકડા ડિવાઇસમાં વીજળીનાં ઉપકરણો પર નજર રાખવાની સાથે ઘરની સુરક્ષા સુનિશ્ચિત કરવા સંબંધિત ડિજિટલ સુવિધાઓ પણ છે.
તેમાં ઇન્ટરનેટ બ્રાઉઝિંગ સુવિધા નથી, પરંતુ વાઇ-ફાઇ ટેકનિકની મદદથી સોશિયલ નેટવર્કિંગ સાઇટ સાથે જોડાઇ શકાશે. તેની મદદથી કમ્પ્યૂટરમાં સંગ્રહિત કરેલું સંગીત પણ સાંભળી શકાશે. તેમાં પિકાસો સોફ્ટવેર પણ લોડ કરવામાં આવેલું છે, જેની મદદથી ડિજિટલ ફોટાને વ્યવસ્થિત કરવાની સાથે તેની પસંદગી પણ કરી શકાશે.
આ પ્રોડક્ટ બજારમાં આ અઠવાડિયે જ લોન્ચ થવા જઇ રહી છે. તેની કિંમત ૨૪૯.૯૯ ડોલર (લગભગ રૂ.૧૧,૬૬૨) રાખવામાં આવી છે.










