Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Nov 17th, 2009, 8:59 pm [IST]  

danik bhaskarશિલ્પાના લગ્નમાં અમદાવાદનો પાન આઇસ્ક્રીમ

Kuldip Singh Kaler, Ahmedabad

અંતે બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના લગ્નનું મુર્હત નીકળી ગયું છે. એનઆરઆઇ રાજ કુંદરા સાથે શિલ્પા આગામી 22 તારીખે ખંડાલામાં પ્રભુતામાં પગલા પાડશે . લગ્નની તૈયારીઓ પૂર જોરમાં ચાલુ છે. પણ તમને જાણીને નવાઇ લાગશે કે ચુલબુલી શિલ્પાના લગ્નને યાદગાર બનાવવા અમદાવાદમાં 10 લોકોની સ્પેશ્યલ ટીમ એક વિશેષ ટ્રેનિંગ લઇ રહી છે.

વાત જાણે એમ છે કે અમદાવાદમાં હેવમોરનો પાન ફ્લેવરનો આઇસ્ક્રીમ ખૂબ જ લોકપ્રીય છે. જેના સ્વાદની પક્કડમાં દેશની ઘણી સેલેબ્રિટીઓ પણ આવી ગઇ છે. શિલ્પાએ લગ્નમાં ખૂબ જ અંગત અને હાઇ પ્રોફાઇલ સેલિબ્રિટીઓને આમંત્રણ આપ્યું છે. શિલ્પા તૈયારીઓમાં નાનીમાં નાની વાતનું ધ્યાન રાખી રહી છે. તેથી જ શિલ્પાએ અમદાવાદના હેવમોરના પાન ફ્લેવરના આઇસ્ક્રીમ પર પસંદગી ઉતારી છે.

શિલ્પાએ લગ્નમાં ઉપસ્થિત રહેનાર સ્પેશ્યલ મહેમાનો માટે 5000 હજાર હેવમોરના પાન ફ્લેવરના આઇસ્ક્રીમનો ઓર્ડર આપ્યો છે. હેવમોરે પણ બોલિવુડ અભિનેત્રીના ઓર્ડર પર વિશેષ ધ્યાન આપી 10 લોકોની એક ટીમ બનાવી છે. હાલમાં આ ટીમ ઓર્ડરની પૂરજોરમાં તૈયારીઓ કરી રહી છે. આ ફ્લેવરના આઇસ્ક્રીમ તૈયાર કરવા માટે છેક કોલકત્તાથી પાન મંગાવવામાં આવ્યા છે.

હેવમોરના પાન ફ્લેવરના આઇસ્ક્રીમની શિલ્પા એકલી જ દિવાની નથી. આ આઇસ્ક્રીમે દેશના ઘણી સેલિબ્રિટીઓને આંગળા ચાટવા મજબૂર કરી છે. વર્ષ 1951માં તત્કાલિન વડાપ્રધાન ઝવાહરલાલ નેહરૂએ આ આઇસ્ક્રીમ ખાઇ તેના ભરપૂર વખાણ કર્યા હતા.

અમિતાભ બચ્ચન બબ્બે વાર આ આઇસ્ક્રીમનો સ્વાદ માણી ચૂક્યો છે. વર્ષ 1973માં સનત જવેરી સ્ટુડિયોમાં જંજીર ફિલ્મના પ્રમોશન વખતે બચ્ચન એક નહીં બે નહીં પણ પૂરી ત્રણ સ્લાઇડ આઇસ્ક્રીમ ઝાપટી ગયો હતો. ત્યાર બાદ બચ્ચને 1998માં પાલનપુરના બાલાશ્રમ ખાતે ફરી આ આઇસ્ક્રીમ રંગત માણી હતી. બિઝનેસ મેન સુનીલ મિત્તલની પુત્રીના લગ્નમાં પણ આ આઇસ્ક્રીમે લોકોને મીઠો ઓડકાર ખવડાવ્યો હતો.

પાન ફ્લેવરના આઇસ્ક્રીમની ડિમાન્ડ ખૂબ વધી રહી છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે ભરશિયાળામાં શિલ્પાના લગ્નમાં આ આઇસ્ક્રીમ કેટલો હોટ રહે છે ?
k_1_400

k_2_400_01


k_3_400

k_4_400

PAN



  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: