Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Jan 1st, 1970, 5:30 am [IST]  

danik bhaskarકેનેડાનો રમતોત્સવ ગુજરાતીમાં !!

Agency, Torento

કેનેડામાં ભારતીયોના નામનો ડંકો વાગે છે, તે વાતમાં કોઇ શંકા નથી. આ વાતનો સત્તાવાર પૂરાવો મળ્યો છે વાનકુંવર શિત રમતોત્સવના પ્રસારણમાં. આ રમતોત્સવનું પ્રસારણ કુલ 22 ભાષામાં થશે. જેમાં ગુજરાતી સહિત છ ભારતીય ભાષાનો પણ સમાવેશ થાય છે. ઉપરાંતની ભાષાઓમાં હિંદી, તામીલ, બાંગ્લા, પંજાબી અને ઉર્દૂનો સમાવેશ થાય છે.



પ્રસારણ માટેના અધ્યક્ષ કેથ પેલીના કહેવા પ્રમાણે કેનેડાની વિવિધતાને રજૂ કરવા માટે તમામ રમતોનું પ્રસારણ અને વિશ્લેષણ અહીંની મુખ્ય ભાષા ઉપરાંત અન્ય ભાષામાં પણ પ્રસારિત કરાશે. ભારતીય ભાષા ઉપરાંત, ચાઇનિઝ (મેન્ડેરિયન), પોલિશ, સ્પેનિશ, ફ્રેન્ચ, પોર્ટુગીઝ અને જર્મન જેવી ભાષાઓનો પણ સમાવેશ થાય છે.



એટીએન અને ઓમની જેવી ચેનલોએ આ માટે વિશેષ તૈયારી કરી છે. કેનેડામાં દક્ષિણ એશિયાઇ દેશો માટે સૌથી મોટા પ્રસારણકર્તા એવા એટીએન દ્વારા બાંગ્લા, ગુજરાતી, હિંદી, પંજાબી, તામીલ અને ઉર્દૂમાં પ્રસારણ કરવામાં આવશે. આ માટે દક્ષિણ એશિયાના લોકોને વિશેષ તાલિમ આપવામાં આવી છે. આ રમતોત્સવ 12 ફેબ્રુઆરીના ચાલુ થશે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: