Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, November 17, 2009 03:17 [IST]  

danik bhaskarજૈન સમાજ દ્વારા આવેદનપત્ર

Bhaskar News, Vyara

જૈન સમાજના દિગંબર, શ્વૈતાંબર, સ્થાનિકવાસી તથા તેરાપંથથી સાધુ સાઘ્વીજી મ. સા. વર્ષોથી પગપાળા વિહાર કરે છે. છેલ્લા બે વર્ષમાં માર્ગ અકસ્માતમાં લગભગ ૭૦ સાધુ સાઘ્વીજી ભગવંતો કાળધર્મ પામ્યા છે અને હાલ છેલ્લા ત્રણ દિવસમાં થયેલા અકસ્માતમાં ચાર સાઘ્વીજી અને બે સાધુ કાળધર્મ પામતા આ અકસ્માતો જાણી જોઈને કરતાં હોવાના અનુમાન હોવાથી આ ઘટનાની તપાસ સીબીઆઈને સોંપી સાધુ સાઘ્વીઓને વિહારમાં રક્ષણ મળે એવી માંગણીઓ સાથે બપોરે જૈન સમાજ દ્વારા મૌન રેલી કાઢી વ્યારાના તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર અને બારડોલી નગરમાં મામલતદારને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની માંગણી કરી હતી.



જૈન દ્વારા તાપી જિલ્લા કલેકટર અને બારડોલી નગરમાં મામલતદાર હસમુખ પટેલને આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં છેલ્લા એકાદ વર્ષથી જૈન સાધુ, સાઘ્વીજી ભગવતો સાથે બની રહેલી ઘટનાઓથી તેમજ દિગંબર જૈન સમુદાયના સાધુ ભગંવત એક અને સ્થાનકવાસી જૈન સમુદાયના ચાર સાઘ્વી ભગવંત એક વર્ષના સમય દરમિયાન કાળધર્મ પામ્યા હતા.



છેલ્લા ત્રણ દિવસ દરમિયાન બે જુદાજુદા માર્ગ અકસ્માતના બનાવોમાં દર્શન પ્રભાવક જૈન મુનીરાજ જંબુવિજયજી મ. સા મુની નમસ્કાર વિજયજી મ. સા તથા ચાર જૈન સાઘ્વી મ.સા કાળધર્મ પામ્યા તથા સમગ્ર ભારત સહિત તાપી જિલ્લાના વ્યારા નગર બારડોલી નગરના જૈન સમાજ દિગમ્બર, સ્થાનકવાસી, તેરાપંથી અને શ્વેતાબર મૂર્તિપૂજક સમાજમાં ધેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

ઘણા સમયથી સાધુ સાઘ્વીજી ભગવંતોના માર્ગ અકસ્માતમાં મોતના વધી રહેલા બનાવોને પગલે સમગ્ર જૈન સમાજમાં ચિતાનો વિષય બનવા પામેલ છે. જે રીતે અકસ્માતો થઈ રહ્યાં છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આમા કોઈ અમૂક પ્રકારના તત્ત્વો આવું હલકું કૃત્ય કરી રહેલ છે.



કોઈપણ રીતે આ તત્વોને શોધી એમને કડક કડક સજા થવી જોઈએ, અને સરકારે પણ સાધુ સાઘ્વી, ભગવંતોની વિહારમાં સુરક્ષા અંગે વિચારવું જોઈએ. આ સાથે સરકારે આની સીબીઆઈને તપાસ સોંપી ને સમસ્ત જૈન સમાજ સાથે તથા બનાવોને રોકવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ, અને કડક કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી વ્યારાના સમસ્ત જૈન સમાજની વિનંતી છે.



છેલ્લા બે વર્ષમાં ચારેય જૈન સમુદાયના મળીને કુલ ૮૦ જેટલા સાધુ સાઘ્વીજી ભગવંતો અકસ્માતમાં કાળધર્મ પામ્યા છે. જેની ગંભીરતાને ઘ્યાનમાં લઈ યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર અરજ છે. અમારી ઉપરોકત માંગણી ટૂંક સમયમાં ન સંતોષાય તો ના છૂટકે ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના માર્ગે જઈ અમણાંત ઉપવાસ કરવામાં આવશેની ચીમકી આપવામાં આવી હતી. જેની સાથે ઉચ્ચકક્ષા સુધી રજૂઆત હાથ ધરી હતી.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: