Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Sunday, November 15, 2009 03:06 [IST]  

danik bhaskarજૈન સમાજમાં રોષ

Bhaskar News, Mumbai

સાધુ- સાઘ્વીના મૃત્યુ પર જૈન સમાજ સ્તબ્ધ થઈ ગયો છે અને બીજા દિવસે પણ મુંબઈના જૈનોમાં તેના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા.ભારત જૈન મહામંડળે શનિવારે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. મહામંડળના અઘ્યક્ષ ચંપાલાલ વર્ધને જણાવ્યું હતું કે સરકારે આ ઘટનાની ઊડાણથી તપાસ કરવી જોઈએ.



દેશભરમાં જૈન સમાજમાં આ ઘટનાને કારણે શોકની લાગણી પ્રસરી છે. સરકારે જૈનોની ભાવનાઓને સમજીને આ ભેદી મૃત્યુની તપાસ કરીને સત્ય બહાર લાવવું જોઈએ. શ્રી મુંબઈ જૈન પત્રકાર સંધે પણ આ સંપૂર્ણ ઘટનાને વખોડી કાઢી છે. સંધે ૧૬મીએ પ્રાર્થના સમાજ સ્થિત શ્રી ચંદ્રપ્રભુ જૈન દેરાસર ઉપાશ્રયમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાનૂની કાર્યવાહી અંગેના પાસાઓ પર વિચારવિમર્શ કરવામાં આવશે, એમ સંઘના જયંતીલાલ શાહે જણાવ્યું હતું. વિનિયોગ પરિવારના અતુલકુમાર વી. શાહે જણાવ્યું હતું કે સરકારે હવે એ ઘ્યાનમાં રાખવું જોઈએ કે હાઈવે પર દરેકને સુરક્ષિત રીતે ચાલવાનો અધિકાર છે. આવી ઘટનાઓને ઘ્યાનમાં રાખીને હાઈવેનું બાંધકામ થવું જોઈએ. મુલુંડમાં શનિવારે જંગી રેલીનું આયોજન કરીને ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: