Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Friday, November 13, 2009 02:54 [IST]  

danik bhaskarશિક્ષકોને નિભાવવાનું ચાલતુ ષડયંત્ર

Bhaskar News, Bhavnagar

અધિકારીઓની મીઠી નજરતળે સતત ગેરહાજર



પ્રાથમિક શિક્ષકનો વ્યવસાય એટલે ભારતની તેજસ્વી ભાવી પેઢીનું ઘડતર કરવાનો પવિત્ર વ્યવસાય અને હવે તો એમાં પણ મેડિકલ લાઇન જેવી ટકાવારી ધરાવનાર ઉમેદવારોની પસંદગી ધરાવતા નિયમોનો અમલ ત્યારે આવી ઉચી ટકાવારી ધરાવનાર કેટલાક ઉમેદવારો સરકારી શાળામાં શિક્ષક તરીકેની પોતાની નોકરી મેળવી લીધા બાદ થોડો સમય આ નોકરી કરી કોઇ સારી જગ્યાએ ખાનગી સંસ્થાઓમાં ઉચી ઓફર આવતા કે સંજોગોવસાત સ્થળાંતર કરવાનું બનતા શિક્ષકની નોકરી છોડવાનાં સંજોગો ઉભા થાય છે. તેવા સંજોગોમાં રાજુનામુ આપીને જવાની બદલે લાંબી લાંબી રજાઓ ભર્યા કરી શિક્ષકની નોકરીની જગ્યા ખાલી કરતા નથી. આવા નિમ્નસ્તર ધરાવતા હોય છે.



જેનાં કારણે શિક્ષક સેટઅપમાં આ જગ્યા ગણતરીમાં લેવી પડે છે. પરીણામે ભરતી સમયે આટલા ઓછા ઉમેદવારોને નોકરી મળે છે. તો જે શાળાઓમાં આવા શિક્ષકોનું નામ ચાલતુ હોય તેને પણ સેટઅપ પ્રમાણે શિક્ષક ઓછો મળે છે. જેની સિધી અસર બાળકોનાં અભ્યાસ પરપડતી હોય છે. છતાં પણ શિક્ષણનાં મોટાભાગનાં અધિકારીઓ આ બાબતે ઉદાસીનતા દાખવી રહ્યા છે. અથવાતો આવા શિક્ષકો સાથે કોઇ સેટલમેન્ટ ગોઠવી દેતા હોવાની ગંધ આવી રહી છે.



જોકે આ અંગે ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં આવી રીતે નોકરીમાં પોતાનું નામ ચાલુ રાખી વર્ષોથી સતત રજા ભરી ગેરહાજર રહેતા ૨૨ થી ૨૫ જેટલા શિક્ષકો સામે કાર્યવાહી કરી તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે. પરંતુ હજુપણ આ અંગેની લાંબી પ્રક્રિયાને કારણે ઘણાં શિક્ષકો રજીસ્ટર પર હાલમાં ચાલુ છે.



તો ભાવનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિને તો આ બાબતે હજુ સુધી ફુરસદ જ મળી નથી તેમ સતત વારંવાર રજા ભરતા આવા કેટલાક શિક્ષકોના નામો હજુ પણ નીભાવે જ જાય છે. એટલું જ નહીં પણ કેટલાક એવા શિક્ષકો પણ છે કે જે દર સોમથી શુક્ર સુધી રજા ભરે અને શનિવારે હાજર થાય અથવા તો આખા મહિનાની રજા ભરે અને મહિનાના છેલ્લા એક દિવસ હાજર થઇ પાછી આખા માસની રજા ભરવાનો ક્રમ વર્ષોથી ચલાવે છે છતા તેની સામે કોઇ પણ જાતની તપાસ કે પગલા ભરાતા નથી.



પરીણામે જેતે શાળામાં તેનું નામ ચાલતુ હોય ત્યાં સેટઅપ પ્રમાણે ઓછો શિક્ષક મળે છે. જેની સીઘ્ધી અસર આ શાળાનાં બાળકોનાં અભ્યાસ પર હાલમાં પડી રહી છે. આવુ ડીંડક વર્ષોથી ચાલતુ હોવા છતાં શિક્ષણ સમિતિ કે શાસનાધિકારી શા માટે કોઇ પગલા ભરતા નથી તે એક યક્ષ પ્રશ્ન છે.



- વર્ષોથી ધેર હાજર પચ્ચીસ જેટલા જિલ્લાનાં શિક્ષકોને સસ્પેન્ડ કરાયા પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને ફુરસદ જ મળતી
નથી !!



- ધેર હાજર શિક્ષકોને સસ્પેન્ડ નહીં કરાતા સેટઅપમાં પણ ગણતરી

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: