આજનું રાશિફળ
મેષ : શુભ રંગ : ગાજર : શુભ અંક : ૫-૯
આજે પોતાનાં મહત્વપૂર્ણ કાર્યો કે વ્યાપાર વાણિજય પરત્વે કોઇ નવી તકોનો ઉદભવ થશે. પોતાનાં ઉચ્ચસ્તરીય સંબંધો લાભદાયક બનશે. સંતાનાદિકની બાબતો પરત્વેનાં પ્રશ્નો ઉકેલી શકવાનાં.
વૃષભ : શુભ રંગ : બ્લ્યુ : શુભ અંક : ૭-૫
વર્તમાન સાનુકૂળતાજનક ગ્રહમાનની કપાદ્રષ્ટિથી અટવાયેલા-ગૂંચવાયેલા કાર્યોમાં સંતોષકારક રીતે ગતિ આવતી જાય અને તેમાં સફળતા પ્રાપ્ત થાય. પારિવારીક આનંદ ઉત્સાહ વધે. નવું ધંધાદારી રોકાણ લાભદાયી બનશે.
મિથુન : શુભ રંગ : ગ્રીન : શુભ અંક : ૬-૪
વિશીષ્ટ વ્યકિતઓની મુલાકાત લાભદાયી તથા પ્રગતિજનક નિવડશે. દાંમ્પત્યજીવન, શિક્ષણ કે સંતાનાદિકની કારકિર્દી, પ્રગતિ કે વિધાભ્યાસ માટે સંતોષકારક, રાહતજનક તથા પ્રગતિકર્તા તબક્કો બની રહેશે.
કર્ક : શુભ રંગ : ક્રીમ : શુભ અંક : ૮-૭
મકાન મિલકતનાં અટકેલા કાર્યોમાં પ્રગતિ સૂચવે છે. પારિવારીક-કૌટુંબિક આનંદ ઉત્સાહ તથા હર્ષોલ્લાસ વધે. સંતાનાદિકનાં પ્રશ્નોનું નિરાકરણ થાય. નાણાકિય રોકડ લેવડ દેવડમાં કાળજી રાખજો.
સિંહ : શુભ રંગ : રાણી : શુભ અંક : ૮-૬
ઉદારતા તથા ખેલદિલીની ભાવના કેળવવાથી નોકરીમાં કે પોતાનાં વ્યાપાર-કારોબારનાં કાર્યક્ષેત્રમાં ઉપરાંત કૌટુંબિક-પારિવારીક મામલે પણ સમસ્યાઓનું સુખદ સમાધાન થશે. શેર સટ્ટાથી લાભ થાય.
કન્યા : શુભ રંગ : દૂધીયો : શુભ અંક : ૯-૮
નોકરીયાતવર્ગને કોઇ નવિન પ્રગતિજનક તથા લાભદાયક તક સાંપડશે. પારિવારીક બાબતોનાં સંદર્ભમાં પોતાનાં પ્રયત્નો ફળીભૂત થશે. ધંધાકીય રીતે રાહત તથા લાભજનક વાતાવરણ રહે. જોખમી કાર્યો મુલત્વી રાખવા.
તુલા : શુભ રંગ : રોયલ બ્લ્યુ : શુભ અંક : ૧-૩
આર્થિક પરિસ્થિતિમાં સુધારાજનક વાતાવરણ સૂચવે છે. સંતાનવર્ગની કારકિર્દી-અભ્યાસ, વિદેશગમન કે વિવાહ-લગ્ન જેવી કોઇ એક બાબતમાં સમસ્યાઓ હલ થતી જોવા મળે. પોતાનાં આરોગ્ય પ્રત્યે ખેવના રાખવી ઘટે.
વૃશ્વિક : શુભ રંગ : ડાર્ક લાલ : શુભ અંક : ૩-૪
કૌટુંબિક-પારિવારીક જીવનમાં-લગ્નજીવનમાં પરસ્પર પ્રેમભાવ વધે. ર્ખચ-ખરીદી થાય. નવિન કાર્યનાં આરંભ માટેના પ્રયાસો સફળ બને. શેર બજારથી નાના મોટા લાભ થાય. કોર્ટ કચેરીનાં કાર્યોમાં રૂકાવટો આવી જાય.
ધન : શુભ રંગ : ઓરેંજ : શુભ અંક : ૨-૧
કૌટુંબિક-વ્યવહારિક બાબતો પરત્વે બિનજરૂરી વાદ વિવાદથી તો દૂર જ રહેજો. મહત્વપૂર્ણ બાબતોમાં થોડું જતું કરવાની ભાવના યા સમાધાનકારી વાણી-વલણ અપનાવશો તો વાત વધારે વણસતી અટકશે.
મકર શુભ રંગ : રોયલ પરપલ : શુભ અંક : ૪-૩
નોકરી કે વ્યવસાયનાં પોતાનાં કાર્યક્ષેત્રમાં પ્રગતિ-ઉન્નતિ માટેની પોતાની વાતચીત આગળ વધશે. ટૂંકા પ્રવાસ થાય. ધાર્મિક કાર્યવાહીથી શુભ-ઇચ્છિત ફળની પ્રાપ્તિ થશે. પડવા-વાગવાથી કે વાહનથી કાળજી રાખજો.
કુંભ : શુભ રંગ : ઇન્ડીગો : શુભ અંક : ૬-૨
વડિલવર્ગ તથા સંતાનાદિક બાબતે સહાનુભૂતિ-કાળજીથી વર્તવા સૂચન છે. પોતાનાં નિર્ણયોનાં અમલ બાબતે કોઇની ટીકાથી અકળાતા નહિં. ધીરજ તથા કુનેહથી વર્તવાથી ફાયદો થશે. કાનૂની મામલે સાનુકૂળતાજનક વાતાવરણ રહે.
મીન : શુભ રંગ : પીચ : શુભ અંક : ૫-૧
નાણાકિય કેશ-રોકડ લેવડ દેવડની બાબતમાં કે વ્યવસાયનાં નવિન રોકાણ બાબતમાં વિચારપૂર્વક આગળ વધવું. વ્યવસાયિક-ધંધાકિય આનંદ ઉત્સાહ-હર્ષોલ્લાસ વધતો જણાય. નોકરીમાં શુભ સમાચાર મળે.










