Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Mar 10th, 2010, 3:13 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarચીન, ખતરો છે કે તક?

શેખર ગુપ્તા

Chinaચીની પરિબળ ફરી એક વાર આપણા દિલો-દિમાગ અને જાહેર ચર્ચાઓમાં પાછું ફર્યું છે. કમનસીબે તે નકારાત્મક છે. ચીન સાથેના સંબંધોમાં રાજીવ ગાંધીની બીજિંગ મુલાકાત એક સુખદ વળાંક હતો અને ત્યાર પછી વાતચીત થકી ઘણા નાના છતાં મહત્વપૂર્ણ પગલાંઓ ભરવામાં આવ્યાં હતાં.



દલાઈ લામા ભારતમાં આઘ્યાત્મિક અને ભૌતિક પ્રવૃત્તિઓમાં સક્રિય હોવા છતાં તે શકય બન્યું હતું. દલાઈ લામાની તવાંગયાત્રા સંદર્ભે આ વખતે જોવા મળ્યો એવો વિરોધ ચીને અગાઉ ક્યારેય જતાવ્યો નહોતો. તો શું બદલાયું છે? ચીન આવું શા માટે કરી રહ્યું છે, તેનું વિશ્લેષણ ચાલુ રાખી શકાય, પરંતુ ફોર અ ચેન્જ આપણે શા માટે એવું ન વિચારી શકીએ કે આપણે જ શા માટે આવું વર્તન કરીએ છીએ? આ પ્રકારની પ્રતિક્રિયા કેમ આપીએ છીએ?



બીજિંગમાં આ પ્રકારની ઉશ્કેરણીજનક ઘણી વાતો થઈ છે, પરંતુ લશ્કરી હલચલનું કોઈ પ્રમાણ હજી સુધી જોવા મળ્યું નથી. વાસ્તવમાં અમે એ વાત પૂર્ણ આત્મવિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે આપણા ઉપગ્રહ એટલા સક્ષમ છે કે એ ક્ષેત્રમાં થનાર કોઈ પણ ગતિવિધિની જાણ આપણને થઈ જાય.



જોકે આપણે તો ચીની સરહદ પર સુખોઈની તૈનાતી, સરહદ પર એરપોર્ટ, સૈન્યને વધુ નાણાંની ફાળવણી, સરહદી વિસ્તારમાં રસ્તાના બાંધકામ માટે ઝડપી પર્યાવરણ મંજૂરી વગેરે ભાતભાતની વાતો કરીએ છીએ. આખરે આપણે શું ઇરછીએ છીએ? ચીન જો ખરેખર હુમલો કરવા માગે તો શું તે આપણને તૈયારી માટે પાંચ વર્ષ આપવાનું છે ખરું?



આજે આપણી સેના સરહદનું રક્ષણ કરવા સક્ષમ છે. લશ્કરે હવાઈ મથકોની જરૂરિયાત જતાવી છે કે મોટા પાયે ગતિવિધિઓ જોવા મળી રહી છે, તે કોઈ ભાવિ આક્રમણની તૈયારી નથી, બલકે આટલાં વર્ષોસુધી આપણે કશું કર્યું નથી, તેની ક્ષતિપૂર્તિ છે.



તો આખરે આટલી સતર્કતા શા માટે? વર્ષ ૧૯૮૭માં જયારે વાસ્તવમાં બન્ને દેશો વચ્ચે સરહદ પર આક્રમણની સ્થિતિ પેદા થઈ ગઈ હતી અને બન્ને લશ્કરો એકબીજાની આંખમાં આંખ નાખી વાત કરી રહ્યા હતા, ત્યારે પણ આટલી સતર્કતા જોવા મળી નહોતી, જેટલી આજે જોવા મળે છે. ત્યારે આપણામાં આત્મવિશ્વાસનો અહેસાસ હતો. આજે આપણે આર્થિક અને લશ્કરી બન્ને રીતે ઘણા વધારે તાકાતવાન છીએ, તો પછી ચિંતિત કેમ છીએ?



શું તેનું કારણ એ છે કે આપણા લોકોને હવે સ્પષ્ટ સમજાઈ ગયું છે કે ચીને કેટલી ઝડપથી પ્રગતિ કરી છે. એક દાયકા પહેલાં સામાન્ય લોકો વચ્ચે માત્ર વાતચીત થતી હતી, પરંતુ આજે આપણી સામે બીજિંગ ઓલિમ્પિકના ચૂકરહિત આયોજનની ભવ્ય તસવીરો છે. આજે મેઇડ ઇન ચાઈના માલ આપણા ઘરમાં ઘૂસણખોરી કરી ચૂકયો છે, જયારે આપણે હજી ઉત્પાદન ક્ષેત્રે કંઈ ખાસ ઉકાળ્યું નથી.



શું આ બધી વાતો આપણામાં હીન ભાવના પેદા કરી રહી છે કે ચીન સાથેની સ્પર્ધામાં આપણે ઘણા પાછળ રહી ગયા છીએ? શું આપણે એવા અહેસાસને કારણે ડરી ગયા છીએ કે ભારત અને ચીન વચ્ચેનું અંતર વધતું જાય છે અને આપણે હરીફાઈમાં પહેલેથી જ પાછળ રહી ગયા છીએ અને ૧૯૬૨ જેવી જ અસમાનતા પ્રવર્તી રહી છે?



આપણે જો આપણા દિમાગનું વિશ્લેષણ કરીશું તો ખબર પડશે કે આપણા ભયનું નિવારણ સૈન્યના ખડકલા, બંકરોની ગુણવત્તા કે એરપોર્ટની સ્થાપનામાં નથી. એ તો આપણે કરવું જ જોઈએ અને આપણે એવું કરતા પણ આવ્યા છીએ. એ ભયનું નિવારણ આપણે એક રાષ્ટ્ર તરીકે કામ કરીએ અને શાસન તંત્રને કમ સે કમ ચીનના તંત્ર જેવું કાર્યક્ષમ બનાવીએ.



આપણે નકસલવાદ જેવા આંતરિક જોખમોનો સફાયો કરવો પડશે, પાયાની સુવિધાઓ ઊભી કરવાની ગતિ માત્ર અરુણાચલ કે લદાખમાં જ નહિ, પરંતુ સમગ્ર ભારતમાં (લગભગ ત્રણ ગણી) વધારવી પડશે અને બે અંકી વિકાસ દરથી ભયથી મુકિત મેળવવી પડશે.



જોખમ ખરેખર તો આપણા દિમાગમાં છે. આપણો દેશ ‘ચીનમાંથી ચાર ઘટાડીને’વાળી ફોમ્ર્યુલામાં જ મસ્ત રહે છે. એટલે કે ચીન જો દસ ટકા વિકાસ કરતું હોય તો આપણે છ-સાત ટકાથી સંતુષ્ટ ન રહેવું જોઈએ. પાછા આપણે તો દુનિયાની બીજા નંબરની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા ધરાવવાનો પણ ઉત્સવ મનાવીએ છીએ.



આપણે ભૂલી જઈએ છીએ કે ચીનનો વિકાસ આપણા કરતાં ચાર ગણા મોટા આર્થિક આધાર પર થઈ રહ્યો છે. આ અંતર જળવાઈ રહેશે તો ચીન આપણાથી એટલું આગળ નીકળી જશે કે તેની સાથે સ્પર્ધા કરવાની આપણી હાલત જ નહીં હોય. ત્યાર પછી આપણે બે ગણું લશ્કર ધરાવતા હોઈશું છતાં શું આપણી સરહદો સલામત રહી શકશે?



આજની દુનિયામાં દુશ્મનનું લશ્કર નહિ, બલકે ખુદ આપણા દેશના લોકો જ સરહદનું ઉલ્લંઘન કરીને તેને વ્યર્થ બનાવી શકે છે. ભારત અને ચીન વચ્ચે આર્થિક વિકાસનું અંતર આજ કરતાં પણ વધી જશે તો આવનાર વર્ષોમાં સરહદ પર રહેતા લોકો જ આપણને અનેક કડિન પ્રશ્નો પૂછવા લાગશે. શું આપણે એ માટે તૈયાર છીએ?



આપણે ચીન તરફ એક નવા દ્દષ્ટિકોણ સાથે જોતાં શીખવું પડશે. આપણે તેને એક તકની રીતે જોવું પડશે, એક જોખમ કે દુશ્મનની રીતે નહીં. આપણે ચીન પાસેથી નિર્ણય લેવાની પ્રક્રિયામાં ઝડપ, નિર્ણાયક વહીવટ અને આર્થિક સુધારાની બાબતમાં બોધપાઠ શીખી શકીએ એમ છીએ. આપણે જો માત્ર લશ્કર પર જ ઘ્યાન આપતા રહીશું તો હંમેશાં હંમેશાં માટે ‘જોખમ’ના સિન્ડ્રોમમાં ફસાયેલા રહીશું અને મેદાને જંગમાં ઊતર્યા પહેલાં જ હારી જઈશું.( શેખર ગુપ્તા ‘ધ ઇન્ડિયન એકસપ્રેસ’ના એડિટર-ઇન-ચીફ છે. )
Shekhar_Gupta

  share

 .

Reader's Feedback
Bhautik Gor
Friday, 5th Mar 2010, 12:26

I Like this artical, it's commoun People mind story and i agree with this artical. i think we have to think about for our "-" and "+" point and after tha we have resolved our poor work style.after that we can do anything.
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: