અદભૂત યંત્ર શરીર
ફેફસાંનું કાર્ય શરીરને પૂરતા પ્રમાણમાં પ્રણવાયુ પહોંચાડવાનું અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનું. જઠર અને આંતરડાનું કામ ખોરાકને પચાવવાનું. આમ દરેક ભાગ તેનું કામ વ્યવસ્થિત કરે છે. આ દરેક ભાગ તેની માંસપેશી અને કોષોનો બનેલો હોય છે. આ કોષો પાછા એક યુનિટ તરીકે કામ કરે અને ટીમ વર્કમાં પણ કામ કરે છે. આપણા શરીરમાં રોજ લાખો ને કરોડો નવા કોષોનું સર્જન અને વિસર્જન થતુ રહે છે. નવા બનેલા કોષો જૂના કોષોની જગ્યાએ પાછા ગોઠવાઇ જઇ તેનું કામ ઉપાડી લે છે. ખરેખર અદભૂત યંત્ર કુદરતે બનાવ્યું છે.
આપણું શરીર એક આધુનિક યંત્ર છે. જે યંત્રને સાચવવાથી ૧૦૦ વર્ષ સરસ રીતે ચાલી શકે છે. જો આ યંત્ર બરાબર ચાલતુ રહે તો આપણે તંદુરસ્તી એટલે કે સ્વાસ્થ્યનો અનુભવ કરીએ છીએ, પણ તે યંત્રમાં ખામી સર્જાય તો તે આપણને બીમારીના રૂપે પરેશાન કરી મૂકે છે, અને શરીરના અમુક અંગો જેમ કે હાર્ટ, કિડની વગેરે બગડે તો મૃત્યુ પણ થઇ શકે છે.
તમે ક્યારેય ભગવાનના આ સર્જનને બારીકાઇથી નિહાળ્યું છે? તેનો અભ્યાસ કર્યો છે? ખરેખર આપણું શરીર કુદરતનો (કે પછી ભગવાનનો) ચમત્કાર છે. આપણું શરીર બરાબર ચાલે તે માટે કુદરતે કેટલી બધી ચીવટ લીધી છે તેની કલ્પના પણ તમે નહીં કરી શકો. આપણા શરીરમાં ૨૪ કલાક લાખો રાસાયણિક ક્રિયાઓ અવિરત ચાલ્યા કરે છે.
શરીરના દરેક ભાગનો દેખાવ અલગ, રચના અલગ અને તેનું કાર્ય પણ અલગ. જેમ કે હૃદયનું કાર્ય આખા શરીરમાં લોહી પહોંચાડવાનું કિડનીનું કાર્ય શરીરનો કચરો બહાર ફેંકવાનું.
ફેફસાંનું કાર્ય શરીરને પૂરતા પ્રમાણમાં પ્રણવાયુ પહોંચાડવાનું અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનું. જઠર અને આંતરડાનું કામ ખોરાકને પચાવવાનું. આમ દરેક ભાગ તેનું કામ વ્યવસ્થિત કરે છે. આ દરેક ભાગ તેની માંસપેશી અને કોષોનો બનેલો હોય છે.
આ કોષો પાછા એક યુનિટ તરીકે કામ કરે અને ટીમ વર્કમાં પણ કામ કરે છે. આપણા શરીરમાં રોજ લાખો ને કરોડો નવા કોષોનું સર્જન અને વિસર્જન થતુ રહે છે. નવા બનેલા કોષો જૂના કોષોની જગ્યાએ પાછા ગોઠવાઇ જઇ તેનું કામ ઉપાડી લે છે. ખરેખર અદભૂત યંત્ર કુદરતે બનાવ્યું છે.
પણ તમને ખબર છે કે આ બધા તંત્રો કોના નિયંત્રણ અને માર્ગદર્શનથી કામ કરે છે? હા આપણા મનના અને તેમાં પણ ખાસ કરીને આપણા સબ-કોન્સિયસ એટલે કે અચેતન મનના નિયંત્રણમાં રહી કામ કરે છે. આપણું મન જ આ બધા ઉપર ઘ્યાન રાખે છે અને અસર કરે છે.
હવે વિચારો કે આપણું મન જ સ્વસ્થ ન હોય તો શું તેના નિયંત્રણ અને દેખરેખ નીચે ચાલતા તંત્રો બરાબર કામ કરી શકે?
ના. ટૂંકમાં આપણું શરીર તો જ સ્વસ્થ રહી શકે જો આપણું મન સ્વસ્થ હોય. આપણુ શરીર ત્યારે જ બગડે છે જ્યારે તેનો કન્ટ્રોલ બગડે છે. ખરેખર તો આપણું શરીર એ આપણા મનનું બાહ્ય રૂપ છે.
જેટલા પણ દર્દીઓ સમાજમાં છે તે બધાના મનમાં ખોટકો છે. આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે આપણું મન જ આપણા સુખ કે દુ:ખનું કારણ છે.
એનો મતલબ એ થયો કે સ્વસ્થ્ય રહેવા માટે આપણે આપણા મનને સમજવું પડે.‘










