Divya Bhaskar

 

વાંઠવાળીના યુવકે સાસરીમાં ઝેરી દવા પી જતાં મૃત્યુ

Bhaskar News, Nadiad
Saturday, November 07, 2009 02:45 [IST]
Bookmark and Share

મહેમદાવાદના વાંઠવાળી ગામના એક યુવકે પોતાની સાસરી છીપડી (ઉમેદપુરા) ગામે ઝેરી દવા ગટગટાવી દીધી હતી. કઠલાલ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વાંઠવાળી ગામમાં અલ્પેશભાઈ ભઈજીભાઈ ચૌહાણ (ઉ.વ.૩૨) પોતાના પરિવાર સાથે રહેતો હતો.

તાજેતરમાં તેની પત્ની તેના પિયર છીપડી (ઉમેદપુરા) ગામે રહેતી હતી. તા.૫ના રોજ અલ્પેશ પોતાની સાસરી છીપડી (ઉમેદપુરા) ગામે ગયો હતો. જયાં અલ્પેશે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ બનાવની જાણ ગ્રામજનોને થતાં તાત્કાલીક સારવાર અર્થે કઠલાલની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેની હાલત ગંભીર જણાતાં બેભાન અવસ્થામાં નડિયાદ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.