રાજપીપળા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શુક્રવારે યુવા કોંગ્રેસનાં હોદ્દેદારોની એક બેઠક મળી હતી. આગામી સ્થાનિક સ્વજરાની સંસ્થાની ચૂંટણીઓને અનુલક્ષીને રણનીતિ ઘડી કાડવામાં આવી હતી.
રાજપીપળા સ્ટેશન રોડ પર આવેલ નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શુક્રવારે યુવા કોંગ્રેસની મળેલી બેઠકમાં અઘ્યક્ષ સ્થાને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મણીભાઇ વસાવા હતાં. યુવા આગેવાનોમાં યુવા પ્રમુખ હરેશ વસાવા, નિલેશભાઇ પટેલ તથા મહામંત્રી રણજીત તડવી, પરેશ તડવી, ભગત રોશનીબહેન, સલીમ સોલંકી, બરકતુલ્લા હરેન્દ્ર રોહિત વગેરે સાથે મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યાં હતાં.
આગામી વર્ષે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આરૂઢ પક્ષને પછાડવા નવી રણનીતિ અપનાવી યુવા નેતા રાહુલ ગાંધીની નીતિ પર ચાલવા કાર્યકરોને અનુરોધ કરાયો હતો.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મણીભાઇ વસાવાએ જણાવ્યું હતું કે આજે યુવા વર્ગે કમાન હાથમાં લીધી છે. યુવા કોંગ્રેસમાં જિલ્લાના હજારો યુવાનો વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરી રહ્યાં છે. તેમને દિશા સુચન કરવાનું અમારૂ કામ છે.
આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો પંજો વિજયી બને તેવી ધમાકેદાર શરૂઆત યુવા કોંગ્રેસ કરશે. યુવા કોંગ્રેસના પ્રમુખ હરેશ વસાવાને જણાવ્યું કે યુવા કોંગ્રેસ આઇકોન રાહુલ ગાંધીના સિદ્ધાંતો પર ચાલી પક્ષને વિજયી બનાવવાનો શંખનાદ કર્યો છે.આગામી દિવસોમાં વિરોધ રેલી પ્રદર્શનો અને સરકારનાં કૌભાંડોની પોલ ખોલી પ્રજામાં જાગૃતિનું કામ કરીશું.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.