Divya Bhaskar

 

યુવતીઓ ઉપર બ્યૂટી ક્વીન જેવું શરીર કરવાનું દબાણ

Bhaskar News, Surat
Saturday, November 07, 2009 02:12 [IST]
Bookmark and Share

આ દબાણ પાછળ વૈજ્ઞાનિક જ્ઞાન નહીં પરંતુ સામાજિક ધોરણો હોવાથી ખતરનાક હોવાનું જણાવતા સંશોધકો



શહેરની યુવતીઓ ઉપર બ્યુટી કવીન જેવું શરીર કરવાનું દબાણ છે અને તે કોઇ વૈજ્ઞાનિક જ્ઞાનને આધારે નહીં પરંતુ સમાજમાં પ્રવર્તતા ધોરણોને લઇને હોવાથી ખતરનાક છે, તેમ ડોકટરોએ કરેલા એક સંશોધનના તારણો કહે છે. આ સંશોધન શહેરની ૧૫થી ૨૫ વર્ષની ૩૭૬ સ્ત્રીઓ ઉપર શરીર શેપમાં રાખવા કુટંુબીઓ, મિત્રો અને સહકર્મચારીઓ દ્વારા કરાતા દબાણને જાણવા માટે કરાયો હતો જેના ચોંકાવનારા તારણો મળ્યા હતા.



આ અભ્યાસમાં આદર્શ વજન નક્કી કરવા માટે બોડી માસ ઇન્ડેકસ (બીએમઆઈ)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અભ્યાસ માટે પસંદ કરાયેલી ૩૭૬ સ્ત્રીઓમાં ઉચ્ચતર માઘ્યમિક શાળામાં ભણતી વિધાર્થિનીઓ, કોલેજની વિધાર્થિનીઓ અને જિમ કે હેલ્થ કલબમાં જતી યુવતીઓનો સમાવેશ થાય છે.



અભ્યાસ જણાવે છે કે કુલ ૩૭૬ સ્ત્રીઓમાંથી ૧૩૩નું વજન આદર્શ વજન કરતાં ઓછું હતું. ચોંકાવનારી બાબત એ છે કે આ ઓછા વજનવાળી સ્ત્રીઓમાં ૧૦૦માંથી ૧૦ ઉપર હજુ વજન ઘટાડવાનું દબાણ હતું! આશ્ચર્યજનક રીતે તેમાંથી ૧૦માંથી ૮ વજન ઘટાડવાના પ્રયત્નો પણ કરતી હતી. ૧૩૩માંથી ૧૯ સ્ત્રીઓ ઉપર વજન વધારવા માટેનું દબાણ પણ હતું.



આદર્શ વજન ધરાવતી સ્ત્રીઓની વાત કરીએ તો ૩૭૬ સ્ત્રીઓમાંથી ૧૯૦નું વજન આદર્શ એટલે કે સામાન્ય હતું. મજાની વાત એ છે કે આ ૧૯૦ સ્ત્રીઓમાંથી પણ ૪૧ ઉપર વજન ઘટાડવા માટેનું દબાણ હતું! આવા કુલ ૪૧ કેસમાંથી ૩૫ કેસમાં દબાણ કરનારાઓ કુટુંબીજનો હતા અને ૬ કેસોમાં મિત્રો કે સહકર્મચારીઓ તરફથી દબાણ હતું.



કુલ ૩૭૬માંથી આવી સ્ત્રીઓની સંખ્યા ૫૩ હતી. તેમાંથી ૨૨ સ્ત્રીઓ ઉપર વજન ઘટાડવા માટે દબાણ હતું. આ ૨૨ સ્ત્રીઓમાંથી ૧૨ સ્ત્રીઓએ વજન ઘટાડવા જાતે જ નિશ્ચય કર્યોહતો જયારે ૧૦ જેટલી સ્ત્રીઓએ ડિપ્રેશનમાં આવીને આવો નિર્ણય કર્યો હતો.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.