Divya Bhaskar

 

ગોચરમાં બુધ, સૂર્ય, રાહુનું ભ્રમણ વ્યાપાર માટે પ્રતિકૂળ

Bhaskar News, Surat
Saturday, November 07, 2009 02:07 [IST]
Bookmark and Share

૧૨મીએ બુધ, ૧૬મીએ સૂર્ય અને ૧૭મીએ રાહુનું રાશિ પરિવર્તન



આગામી તારીખ ૧૨મી નવેમ્બરે બુધ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે અને ૧૬ નવેમ્બરે સૂર્ય પણ વૃિશ્ચક રાશિમાં જતાં બુધનો અસ્ત થશે. ૩ નવેમ્બરે બદલાયેલા ગોચરના ગ્રહ શુક્રનો તુલા રાશિમાં પ્રવેશ વ્યાપાર-ધંધા માટે સકારાત્મક, પરંતુ સાથે રાહુ ધન રાશિમાં પ્રવેશ કરતાં જ થોડી પ્રતિકૂળતાઓ પણ લાવશે. પંડિત દેવવ્રત કશ્યપના જણાવ્યા મુજબ ૧૨ નવેમ્બરે બુધનો મંગળની રાશિમાં પ્રવેશ થશે.



આ સાથે ૧૬ નવેમ્બરે સૂર્યનો પણ વૃશ્ચિક પ્રવેશ, ૧૭મીએ રાહુનો ધન રાશિમાં અને કેતુનો મિથુન રાશિમાં પ્રવેશ થશે. આમ એક સપ્તાહમાં ઘણી ઉથલપાથલો જોવા મળશે. બુધના અગ્નિ તત્ત્વના ગ્રહ મંગળની રાશિમાં પ્રવેશ સાથે શેરબજારમાં અફડાતફડીનો માહોલ સર્જાશે.



વેપાર-ધંધામાં પણ નફાની જગ્યાએ નુકસાન અને નુકસાનની જગ્યાએ અણધાર્યોનફો જોવા મળે એવો માહોલ સર્જાશે. સૂર્યનો અગ્નિ તત્ત્વના ગ્રહ મંગળની રાશિમાં પ્રવેશ વિસ્ફોટક સ્થિતિનું નિર્માણ કરી વાતાવરણમાં અસામાન્ય ફેરફારો સૂચવે છે.



ડિસેમ્બર સુધીની આ પરિસ્થિતિ કન્યા, મિથુન અને મીન રાશિવાળાઓ માટે ફાયદાકારક છે. રાહુના શત્રુ ગુરુની ધન રાશિમાં પ્રવેશ શિક્ષણ અને બૌદ્ધિક જગત સાથે સંકળાયેલા લોકો માટે સમસ્યાઓ ઊભી કરશે. રાહુનું શત્રુ રાશિનું આ ભ્રમણ વિપરીત છે, પરંતુ ગુરુ-મંગળથી અલગ થયો હોવાથી પ્રતિકૂળ અસરો જોવા મળશે નહીં.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.