કાનપુરથી ઝડપાયેલા ઇમરાન ઇદ્રીશ અન્સારીએ કરેલી જામીનઅરજી અંગે હવે નિર્ણય
પ્રતિબંધિત સંગઠન સિમિ પર ગુજરાતભરમાં ચાલતા કુલ કેસોમાં ૧૪ કેસ પૈકી સુરતની કોર્ટમાં ચાલી રહેલા એક કેસમાં શુક્રવારે સરકાર તરફથી નિમણૂંક પામેલા ગુજરાત હાઇકોર્ટના એડ્વોકેટ જગરૂપસિંહ રાજપુતે સુરતની સેશન્સ કોર્ટમાં જાતે હાજર રહી સોગંદનામું કર્યું હતું. જયારે આરોપી મહમંદ ઇમરાન મહમંદ ઇદ્રીશ અન્સારીએ કરેલી જામીન અરજી પર વધુ સુનાવણી માટે તા. ૧૩મી નિશ્ચિત કરી હતી.
૨૦૦૧ની સાલમાં સુરતનાં રાજેશ્રી હોલમાં ભરાયેલા સિમિના સંમેલન બાદ પોલીસે સમિિનાં ૧૨૩ કાર્યકરોની ધરપકડ કરી હતી, જેમાંથી મોટાભાગનાને જામીન મળી ચૂકયા છે.
અમદાવાદ, વડોદરા, સુરત વગેરે જગ્યાએ સિમિ પર સરકારે કુલ ૧૪ કેસ કરેલા છે. આ કેસ લડવા ગુજરાત સરકારના લીગલ ડિપાર્ટમેન્ટ તરફથી અગાઉ એડ્વોકેટ તરીકે અખિલેશ દેસાઈની નિમણૂક કરાઈ હતી પરંતુ તેઓએ આ કેસમાંથી રાજીનામું આપી દેતા તા. ૨૫મી સપ્ટેમ્બરના પત્રથી રાજય સરકારે આ કેસમાં એડ્વોકેટ તરીકે જગરૂપસિંહ રાજપુતની નિમણૂક કરી હતી.
ગુજરાતના કુલ ૧૪ પૈકી સુરતમાં નોંધાયેલા એક કેસમાં કાનપુરથી તા. ૨૦-૬-૦૯ના રોજ ઝડપાયેલા આરોપી મહમંદ ઇમરાન મહમંદ ઇદ્રીશ અન્સારીએ કરેલી જામીનઅરજીની સુનાવણી દરમિયાન આ કેસમાં સરકાર તરફે હાજર રહેલા વકીલ જગરૂપસિંહ રાજપુત અને આરોપી તરફે એ. એ. શેખ એમ બંને તરફે સુરતની કોર્ટમાં પ્રથમ વખત દલીલો થઈ હતી.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.